- છેલ્લા 24 કલાકમાં નવા 185 કોરોનાના કેસ નોંધાયા : 980 કેસ સાથે ગુજરાત બીજા ક્રમે
- સાવધાન: કોરોનાનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે !!!
- અમદાવાદમાં સારવાર દરમિયાન 16 વર્ષીય કિશોરીનું મોત: રાજકોટમાં નવા 9 કેસ નોંધાયા
કોરોના આંકડા દિવસે દિવસે વધી રહ્યા છે. જોકે સામે મૃત્યુઆંક નીચો છે. પરંતુ કોરોના સામે સાવધાની રાખવી જરૂરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેશબોર્ડ અનુસાર, રવિવાર સવાર સુધીમાં ભારતીય રાજ્યોમાં સક્રિય કોવિડ કેસોમાં ગુજરાત બીજા સ્થાને હતું. કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ ૧,૯૫૦ કેસ સાથે નોંધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં ૯૮૦, પશ્ચિમ બંગાળમાં ૬૯૩, દિલ્હીમાં ૬૮૬ અને મહારાષ્ટ્રમાં ૫૯૫ કેસ નોંધાયા છે. કુલ ૩૭૮ નવા કેસ સાથે, કેસોની સંખ્યા ૬,૫૦૦ ને વટાવી ગઈ છે, જેમાં ગુજરાતના ૧૮૫ કેસનો સમાવેશ થાય છે. જેમાં ૧૬ વર્ષીય કિશોરીનું આજે સારવાર કારગત નો નિવાડતા મોત નીપજ્યું છે. અમદાવાદની સોલાર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ દિવસથી કિશોરી સારવાર હેઠળ હતી જેનું આજે મોત નિપજ્યું છે. તેમજ સોલા સિવિલમાં હજુ ત્રણ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
સમગ્ર ભારતમાં, કોવિડથી છ મૃત્યુ નોંધાયા હતા, જેમાં કેટલાક સહ-રોગ રોગોમાં હાઇપરટેન્શન, ઇસ્કેમિક હૃદય રોગ, શ્વસન નિષ્ફળતા, ન્યુમોનિયા, ડાયાબિટીસ અને કિડની રોગનો સમાવેશ થાય છે. ગંભીર કેસો હજુ પણ દુર્લભ છે, અને ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા 90% થી વધુ દર્દીઓ ત્રણથી પાંચ દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત વધુ સાત મૃત્યુ નોંધાયા છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોવિડના કુલ કેસોની સંખ્યા 6,500 ને વટાવી ગઈ છે.
કેરળ હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, ત્યારબાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે. તાજેતરના જાનહાનિ સાથે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોવિડથી મૃત્યુઆંક 66 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ (18) નોંધાયા છે, ત્યારબાદ કેરળ (15) અને દિલ્હી (7) છે.
કેસોની વધતી સંખ્યાને કારણે, કેન્દ્ર સુવિધા-સ્તરની તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ કરી રહ્યું છે અને તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, મોટાભાગના કેસો હળવા છે અને તેમને ઘરે જ સંભાળ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજકોટમાં નોંધાયેલ કેસનો આંકડો
રાજકોટમાં રવિવારે કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. શહેરના વોર્ડ નંબર નવમાં એમજી સોસાયટીના 69 વર્ષે વૃદ્ધ કોરોના સંક્રમીત થતા તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર સાતમાં કિસાનપરા ચોકમાં 36 યુવતી, વોર્ડ નંબર 2 માં 16 વર્ષની કિશોરી અને 50 વર્ષે મહિલા, વોર્ડ નંબર ત્રણમાં નેહરુનગરમાં 64 વર્ષે વૃદ્ધ, વોર્ડ નંબર 10 માં સરકારી વસાહત ક્વાર્ટરમાં 64 વર્ષીય પુરુષ, વોર્ડ નંબર 6 માં શક્તિ સોસાયટીમાં 47 વર્ષીય મહિલા અને ભોમેશ્વરમાં 69 વર્ષે પુરુષ, તેમજ હરીનગરમાં 85 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જામનગરની ડેન્ટલ કોલેજમાં 12 વિદ્યાર્થીઓ સંક્રમિત
જામનગર શહેર માં કોરોના સંક્રમણ ની ગતિ વધુ તેજ બની છે. આજે પણ શહેરી વિસ્તાર માં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ ના બે તબીબી વિધાર્થીઓ નો સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસમાં જ ડેન્ટલ કોલેજ ,.હોસ્ટેલ ના એક ડઝન તબીબી વિધાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે.શહેર ના 10 કેસ માંથી પાંચ મહિલા અને પાંચ પુરુષ નો સમાવેશ થાય છે. આ તમામ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે.
શહેર માં હાલ ની સ્થિત એ કુલ 47 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે પણ કોઈ કેસ નોંધાયો નથી.
જામનગર શહેર માં કોરોના ના કેસ ની ગતિ બેકાબૂ બની છે.કેસ.ની સંખ્યા સતત વધી રહી છે. જામનગર ના શહેરી વિસ્તાર માં આજે વધુ 10 કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ માં રહેતા બે તબીબી વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ના આઠ કેસ માં પાર્ક કોલોની વિસ્તાર ના 55 વર્ષ ના પુરુષ , પીજી હોસ્ટેલ ના 34 વર્ષ ના મહિલા., પટેલ કોલોની વિસ્તાર ના 19 વર્ષ નો યુવાન , જડેશ્વર પાર્ક વિસ્તારના 63 વર્ષ ના પુરુષ , પવનચકી વિસ્તાર ની 15 વર્ષ ની તરુણી , ગોકુલધામ વિસ્તારના 60 વર્ષ ના પુરુષ , તુલસી પાર્ટી પ્લોટ ના 32 વર્ષ ના મહિલા ,ખરવા ચકલા વિસ્તારના 55 વર્ષ ના મહિલા નો સમાવેશ થાય છે.
આમ કોરોના એ ડેન્ટલ કોલેજ માં મુકામ કર્યો હોય તેમ છેલ્લા ચાર દિવસ માં 12.કેટલા તબીબી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે.આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેર માં
આજ ની સ્થિતિ એ કુલ 47 એક્ટિવ કેસ છે .જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર માં કોઈ કેસ નોંધાયો નથી.