- યુનિફોર્મ સિવિલ કોડની અમલવારી માટે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કરશે સતાવાર જાહેરાત
ઉત્તરાખંડ બાદ ભાજપ શાસિત ગુજરાત દેશનું બીજુ એવું રાજય બનશે જે સમાન નાગરિકત્વ ધારાની અમલવારી કરશે યુસીસીની અમલવારી માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. કાયદાની અમલવારી કરવા માટે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
રાજયમાં યુસીસીની અમલવારી કયારથી અને કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અભ્યાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ દ્વારા રાજયમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ યુસીસી અંગે લોકોના પ્રતિભાવો મેળવવામાં આવશે. નિયત કરાયેલી સમય અવધીમાં સમિતિ દ્વારા રાજય સરકારમાં રિપોર્ટ સબમીટ કરવામાં આવશે. જેના આધારે રાજય સરકાર દ્વારા યુસીસીની અમલવારી અંગે નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતમાં આગામી 16મી ફેબ્રુઆરીના રોજ સ્થાનીક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે રાજય સરકાર દ્વારા આજે બપોરે યુસીસીના કાયદા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતમાં આગામી 16મી ફેબુઆરીના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે આજે ગુજરાત સરકાર દ્વારા કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી એક સંયુકત પત્રકાર પરિષદમાં ગૃહ વિભાગને લગતી કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવશે.
આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સંયુકત પત્રકાર પરિષદ બોલવવામાં આવી છે.જેમાં ગૃહ વિભાગને લગતી કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. ઉત્તરાખંડમાં ગત 1 ફેબ્રુઆરીથી યુસીસી કાયદાની અમલવારી કરી દેવામાં આવી છે. દરમિયાન ગુજરાતમાં પણ યુસીસીની અમલવારી કરવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત એક શકયતા એવી પણ દેખાય રહી છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતને ત્રણ નવા ફોજદારી કાયદાની સંપૂર્ણ અમલવારી 30મી એપ્રીલ સુધીમાં કરી દેવાની તાકીદ કરવામાં આવી છે. આ અંગે પણ પત્રકાર પરિષદમાં કોઈ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના દેખાય રહી છે.
ગુજરાતમાં યુસીસીની અમલવારી કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ અંગે પત્રકાર પરિષદમાં સતાવાર જાહેરાત કરવામાં આવશે કયારથી યુસીસીની અમલવારી કરવામાં આવશે તેની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. આગામી 19મીથી વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે યુસીસીનું બીલ પસાર કરવામાં આવશે.