Abtak Media Google News

કોરોના વાયરસ આવ્યાને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે છતાં તેની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. એમાં પણ કોરોનાએ “કલર” બદલતા મોટું જોખમ ઉભું થયું છે. નવા નવા વેરીએન્ટ સામે લડી મહામારીમાંથી ઉગરવા ભારત સહિત વિશ્વભરના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. દેશ બીજી લહેરમાં સપડાતા રસીકરણ ઝૂંબેશ વધુ વેગવંતી બનાવાઈ છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકોને “કોરોના કવચ” આપવાનું શરૂ કરી દેવાયું છે. આ માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. અહેવાલ અનુસાર 18 વર્ષથી 45 વયના લોકોને રસી આપવા માટે રૂપાણી સરકારે રૂપિયા 2 હજાર કરોડ ખર્ચ્યા છે.

ગુજરાત રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના લગભગ 3.25 કરોડ નાગરિકો છે. પ્રત્યેક નાગરિકોને રસીના બે ડોઝ અપાશે. આ વય જૂથ માટે રસીના 6.50 કરોડ ડોઝની જરૂર પડે તેવી આવશ્યકતા છે. હાલ રાજ્ય સરકારે બે રસી ઉત્પાદકો સિરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને  2.50 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા છે. જેમાંથી પુણે સ્થિત સિરમ ઈન્સ્ટિટ્યૂટને બે કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે જ્યારે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકને રસીના 50 લાખ ડોઝનો

ઓર્ડર અપાયો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ડોઝ દીઠ રૂ. 300 લે છે, જ્યારે ભારત બાયોટેક રસીનો એક ડોઝ રૂ. 400 લે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા બંને કંપનીઓને નક્કી કરેલા ડિલિવરી શેડ્યૂલના પ્રમાણમાં એડવાન્સ રકમ ચૂકવી રહી છે. કુલ 6.50 કરોડ ડોઝ માટે રાજ્ય સરકારે રૂ. 2,000 થી રૂ. 2,200 કરોડ સુધીનો ખર્ચ કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.