Abtak Media Google News

આઈપીએલ પહેલા દિલ્હી કેપિટલસને મોટો ઝટકો: અગાઉ દિલ્હી કેપીટલ્સના કપ્તાન શ્રેયસ ઐય્યર પણ ઈજાગ્રસ્ત થતાં આઈપીએલમાંથી બહાર થઈ ચૂક્યા છે

કોરોનાએ ગતિ પકડતા હવે સેલીબ્રીટી અને ક્રિકેટરો પોઝિટિવ આવી રહ્યાં છે. તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી આલીયા ભટ્ટ, રણવીર કપુર કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારે આજે દિલ્હી કેપીટલ્સના મહત્વપૂર્ણ ખેલાડી અને ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવતા ટીમને મોટો ઝટકો પડ્યો છે.

આઈપીએલ 2021ની બસ હવે ગણતરીના દિવસો રહ્યા છે. આ તમામ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોનો પોઝિટીવ આવ્યો છે. ટીમ માટે આ એક મોટો ઝટકો છે. દિલ્હી કેપિટલ્સના ફ્રેન્ચાઇઝી સૂત્રોએ જણાવ્યું કે અક્ષર પટેલ કોવિડ -19 ટેસ્ટમાં પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. હવે તેઓએ તેને સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 10 એપ્રિલે મુંબઇમાં રમવાની છે. ટીમના બેટ્સમેન અને સુકાની શ્રેયસ ઐયર ઈજાના કારણે હાલની સીઝનમાંથી બહાર થઈ ગયો છે.ટીમ માટે આ મોટો બીજો ફટકો કહી શકાય. 27 વર્ષનો અક્ષર પટેલે આઈપીએલમાં અત્યાર સુધીમાં 97 મેચમાં તેની સ્પિન બોલીંગ સાથે 80 વિકેટ ઝડપી ચુક્યો છે. અને 913 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે. અગાઉ વોનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને પણ કોરોનાથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અક્ષર આ સિઝનમાં આઈપીએલ પહેલા કોરોના પોઝિટિવ બનનારો બીજો ખેલાડી છે. તેના પહેલા કોલકત્તા નાઈટ રાઇડર્સના ખેલાડી નીતીશ રાણાને કોરોના થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.