ગુજરાતના વિદ્યાર્થીઓને વોટર સ્પોર્ટસ, એડવેન્ચર સ્પોર્ટસ, આઈસ-ઈસ્કીંગ ઈન્ટર્નશીપ માટે કાશ્મીર મોકલાશે !!

0
18

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ કાશ્મીર, શ્રીનગર સાથે સંયુકત સંશોધન પ્રોજેકટ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ, રમત-ગમતની સ્પર્ધાઓ, વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો, તાલીમ તેમજ પરસ્પર હિતોને પ્રોત્સાહન અને વિકાસ માટે એમઓયુ કરાયા 

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા યુનિવર્સિટી ઓફ કાશ્મીર, શ્રીનગર સાથે તા.20/04/2011ના રોજ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પ્રાધ્યાપકો, પ્રશિક્ષકોની સ્વર્ણિમ વિકાસયાત્રામાં બંને યુનિવર્સિટીના પારસ્પરિક હિતોને ઉત્તેજન અને વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ, સંશોધન તેમજ પ્રશિક્ષણ કાર્યમાં પરસ્પર એકેડેમિક એડવેંચ સ્પોર્ટ્સ, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 નું ઈમ્પ્લીમેન્ટશન તથા રિર્સચ અને ટેક્નિકલ સહ્યોગ સાધવા સમજૂતી કરાર કરવામાં આવેલ, બંને યુનિવર્સિટી દ્વારા એમ.ઓ.યુ. અંતર્ગત જોઈન્ટ રીસર્ચ પ્રોજેક્ટ કોન્ફરન્સ, ફેકલ્ટી ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ કોમ્પિટિશન, ટુડન્ટ એક્સચેન્જ જેવા મહત્વના વિષયો પર પરસ્પર સુમેળ સાધી સર્વાગી વિકાસને ધ્યાને લઈને કાર્યો કરવામાં આવશે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટી ઓફ કાશ્મીરના કુલપતિ પ્રો (ડો.) તલત અહમદ દ્વારા શાલ ઓઢાડી કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ હતું. વધુમાં કાશ્મીરના વિદ્યાર્થીઓને અત્રેની યુનિવર્સિટી ખાતે વિવિધ અભ્યાસક્રમો તથા સંશોધન ક્ષેત્રમાં વિપુલ તક મળી રહે તેવો વિશ્વાસ કુલપતિ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો. ગુજરાતના એડવેન્ચર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ઓફ કાશ્મીરના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ હતું.

ગુજરાત રાજ્યના રમતગમત અને શારીરિક શિક્ષણના વિદ્વાનોએ આ એમ.ઓ.યુ. વિષે જાણી હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરેલ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ધદષ્ટિથી સ્થપાયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ગત 1 થી 2 વર્ષની આગવી પ્રગતિ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાની નોંધનીય લીડરશીપમાં જોવા મળેલ છે. ગુજરાત સરકારશ્રી દ્વારા ડો.રાણાની કુલપતિશ્રી તરીકે વરણી ઓગસ્ટ-2019માં કરવામાં આવેલ ત્યારબાદ ડો.રાણા દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં ઘણા જ વિવિધ આયામો પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. રાષ્ટ્રની આગવી ઓળખ ધરાવતી યુનિવર્સિટી ઓફ કાશ્મીરને પણ માર્ગદર્શન પૂરું પાડી તેને પણ સફળતાના નવા આયામો સર કરવાનો મોકો મળી રહેશે. તથા આ સમજૂતી કરાર થયેથી વિદ્યાર્થીઓને તથા રમત ગમત ક્ષેત્રના તજજ્ઞોને તેમની શૈક્ષણિક કારકિર્દીમાં મદદરૂપ બને તથા તેમના જ્ઞાનમાં વધારો થાય તે માટે બંને યુનિવર્સિટી વચ્ચે વિવિધ આયોજનો જેવાકે, એડવેન્ચર સ્પોર્ટ્સ ટુડન્ટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ, ફેક્લટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા વિવિધ શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ જણાવ્યું કે આ એમઓયુ હેઠળ અમે કાશમીરના ટુડેંટ્સ 45 વિદ્યાર્થીઓને વિવિધ રમત કેટેગરીમાં ઉત્તમ કોચિંગ આપીશું, જ્યારે વધુ માં વધુ વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષકો તરીકે ઉત્કૃષ્ટ થવામાં મદદ કરીશું.

ડો.અર્જુનસિંહ રાણાની કુલપતિ તરીકે વરણી થયા બાદ તેમની આગવી લીડરશિપમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ધ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવેલ છે. કોરોના જેવી મહામારીમાં ડો.રાણાની ટીમ દ્વારા લોકડાઉન દરમિયાન ઓનલાઈન માધ્યમથી 50 કરતા વધારે વેબિનાર કરવામાં આવેલ. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને તેમની શારીરિક સ્વસ્થતા માટે ઓનલાઈન સેશનનું આયોજન કરવામાં આવેલ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ધ્વારા ડો. રાણાની આગેવાનીમાં સમસ્ત નાગરિકો માટે કોવીડ-19 ના સમય દરમિયાન ઘરે રહીને શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવવા માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તિકા બહાર પાડવામાં આવેલ. ડો.અર્જુનસિંહ રાણા ધ્વારા લોકડાઉન સમયે રક્તદાનનો મહાયજ્ઞ કરવામાં આવેલ, રાજ્યના વિવિધ તાલુકા લેવલે કાર્ય કરી 14,000 થી પણ વધારે બ્લડ બોટલ એકઠી કરવામાં આવેલ. કોરોનના કપરા કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપેલ તેમને સાર્થક કરવા તથા ગુજરાત રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સ્પોર્ટ્સ એજ્યુકેશન ફોર ઓલના મિશનને પૂરું કરવા વિધ્યાર્થીઓને તેમની ડિગ્રી ઓનલાઈન માધ્યમથી મળી રહે તે શુભાશયથી નવી પહેલ કરતા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું સૌ પ્રથમ એવું ઓનલાઈન કોન્વોકેશન યોજવામાં આવેલ હતું.

કુલપતિ ડો. અર્જુન સિંહ રાણા સાહેબ દ્વારા વ્યસન મુક્તિ, વેજિટેરિયન ડાઈટ, વુમન એમ્પાવરમેન્ટ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી અને કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક જણ ઓછામાં ઓછા પાંચ લોકો સુધી આ વાત પહોંચાડે તેવી વિનંતી કરી હતી. વધુમાં જણાવવામાં આવેલ કે કોવીડ-19ની મહામારીની પરિસ્થિતિ માં રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ અને પ્રાણાયામની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે જેમાં ઘર બેઠા આપ યોગ અને પ્રાણાયામની તાલીમ લઈ શકો છો તેના માટે જીમ જવાની જરૂર નથી જેની પણ વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવેલ હતી.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાએ આ કાર્યક્રમ અંતર્ગત જણાવેલ કે રાજ્યના દરેક બાળક શારીરિક સક્ષમ બને તે માટે વિવિધ પરિમાણો જેમ કે જાયયમ, જિયિંક્ષલવિં, અલશહશિું ખજ્ઞબશહશિું, ઊક્ષમીફિક્ષભય તથા જસશહહ દ્વારા બાળકોની કાર્ડિઓ-વાક્યુલર એક્ટિવિટીઝ વધે અને તેઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય જેથી કોરોનાની મહામારીને રોકી શકાય અને ઋશિં ઈવશહમ… ઋશિં ગફશિંજ્ઞક્ષ… ઘક્ષય ગફશિંજ્ઞક્ષ… સૂત્રને સાકાર કરી બાળકોને બળવાન, ચારિત્ર્યવાન અને રાષ્ટ્રવાદી બનાવવાનો સંકલ્પ લીધેલ. ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના એજયુકેશન ફોર ઓલ તથા સ્પોર્ટસ સ્ટડી ઈન ગુજરાતના મિશનને સાકાર કરવા તથા ગુજરાતના તમામ બાળકોને બાળપણથી તેમની સર્જનશીલ, સંવેદનશીલ તથા સાહસિક બનાવવા એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમને ખરાઅર્થમાં ચરિતાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટી ઓફ કાશ્મીરના કુલપતિ પ્રો. (ડો.) તલત અહમદે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા રમત-ગમતની પ્રવૃતિઓને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા ઉપરાંત રમત-ગમત, શિક્ષણ અને સંશોધનને વેગ આપવા માટે એમઓયુ હસ્તાક્ષર કરવા એ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ એમઓયુ સાથે બંને યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ અને અઘ્યાપકો માટે દરવાજા ખોલ્યા છે અને એકબીજાની કુશળતા અને સંપર્કથી જ્ઞાનનું આદાન પ્રદાન થશે. તેમણે કહ્યું કે, યુનિવર્સિટી ઓફ કાશ્મીર અને તેને સંલગ્ન કોલેજમાં ઈન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટેના કાર્યો આ એમઓયુ દ્વારા પુરા પાડવામાં આવશે.

આ કાર્યક્રમ કુલપતિ પ્રો. (ડો.) તલત અહમદ, રજિસ્ટ્રાર ડો.નિસાર અહમદ મીર, ડીન પ્રોફેસર શકિલ એ.રોમશુ, ડીન પ્રોફેસર શોકત એ.શાહ, શારીરિક શિક્ષણ અને રમત નિયામક ડો.નિસાર એ ખાન અને સહાયક નિયામક નદીમ દાર, યુનિવર્સિટી ઓફ કાશ્મીર તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાના નેતૃત્વ હેઠળ સંપન્ન થયેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here