- મુલતવી રહેલ આઇપીએલ શુક્રવારથી શરૂ?
- ફાઈનલ મેચ 30 મેના રોજ યોજાવાની શક્યતા, નવું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
16 મેથી ફરી આઇપીએલ શરૂ થઈ શકે છે. વર્તમાન સિઝનની બાકીની મેચ ચાર સ્થળોએ રમી શકાશે. ફાઈનલ મેચ 30 મેના રોજ યોજાવાની શક્યતા છે.નવું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત ટાઇટન્સની ટિમ દ્વારા અત્યારથી જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લીગની બાકીની મેચ આવતા અઠવાડિયાથી શરૂ થશે.સ્થળો ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.
લીગ બેંગલુરુ અને લખનૌ મેચ સાથે ફરી શરૂ થશે.પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 9 મેના રોજ આઇપીએલ 2025 સ્થગિત કરવી પડી હતી. લીગ બંધ કરતી વખતે, બીસીસીઆઈ એ કહ્યું હતું કે દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી. 2025ના નવા શેડ્યૂલ થોડો ફેરફાર થઈ શકે છે. જેમાં પ્લેઑફના સ્થળો યથાવત રહેશે. હૈદરાબાદ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરશે, જ્યારે કોલકાતા ક્વોલિફાયર 2નું આયોજન કરશે. જોકે, ફાઈનલના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. પીટીઆઈના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે ફાઈનલ મેચ કોલકાતાની બહાર યોજાઈ શકે છે. કોલકાતામાં 30 મેના રોજ વરસાદ અને વાદળછાયા હવામાનની આગાહીને કારણે, ફાઈનલને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવાની શક્યતા છે. ફાઈનલ હવે 30 મે અથવા 1 જૂનના રોજ રમાઈ શકે છે, જે હવામાન અને લોજિસ્ટિક્સ પર આધારિત છે.