ગુજરાત ટાઈટન્સ કરશે ભવ્ય જીતની ઉજવણી અમદાવાદમાં, સાંજે 7 વાગ્યે યોજાશે રોડ શો

આઇપીએલ ૨૦૨૨માં ગુજરાત ટાઈટન્સે પ્રથમ વખત ભાગ લીધો અને ભવ્ય જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ગુજરાતે ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે હાર્દિક પંડ્યાના નામે ઘણા મહાન રેકોર્ડ નોંધાયા હતા. ગુજરાત ઇન્ડિયન પ્રીમિયર લીગ 15મી સિઝનનું સરતાજ બન્યું હતું. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારી એવી ધનવર્ષા પણ કરી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા

આ જીતનો જશ્ન મનાવવા તેઓ આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે. ગુજરાત ટાઈટન્સ આજે સાંજે અમદાવાદમાં પકવાનથી આશ્રમ રોડ સુધી કરશે રોડ શો.આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. જેમાં ટીમના સમગ્ર મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન

આખરી 12 બોલમાં ચાર રનની જરૂર હતી, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને જીતાડી હતી. ગિલ 45 રને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. અગાઉ ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. બટલરે 39 રન કર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. રાજસ્થાને 19 રનના ગાળામાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી અને તેમાંથી ક્યારેય બેઠું થઈ શક્યું નહોતું.