Abtak Media Google News
  • એક સમયે આ દેશ કબૂતર છોડતો હતો, આજે ચિત્તા છોડી રહ્યો છે, ઘટના નાની હોય છે પણ સંકેત મોટા હોય છે
  • ભારતે હજુ પણ મહેનત કરીને તૈયારી વધારવી પડશે : મિશન ડિફેન્સ સ્પેસમાં ખાનગી કંપનીઓ સામર્થ્ય બતાવી શકશે
  • ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીના હસ્તે ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘની પણ વિશેષ ઉપસ્થિતી
  • ભારતની ઓળખ સૌથી મોટા ડિફેન્સ ઈમ્પોર્ટર તરીકે હતી હવે ચિત્ર બદલ્યું, આજે આપણો દેશ અમેરિકા,
    ઈઝરાયેલ, ઈટલીને ઉપકરણો એક્સપોર્ટ કરે છે: દેશના ડિફેન્સ એક્સપોર્ટમાં 8 ગણો વધારો થયો

 

20221019 130004

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદઘાટન કર્યું હતું. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત હવે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝનું કેન્દ્ર બનશે. ડિફેન્સ એક્સપોના ઉદઘાટનના સમયે વડા પ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતનું એવું ભવ્ય તસવીર ખેંચી રહ્યું છે, જેનો સંકલ્પ આપણે અમૃતકાલમાં લીધો છે. ગુજરાતનો આફ્રિકા સાથે ખાસ સંબંઘ છે. આફ્રિકાથી આવેલા મહેમાનોને કહું છું કે તમે જે ધરતી પર આવ્યા છે એનો આફ્રિકા સાથે ગાઢ સંબંધ છે. કચ્છના કામદારોએ આ આફ્રિકામાં આધુનિક રેલનો પાયો નાંખ્યો. મહાત્માગાંધીની પહેલી કર્મભૂમિ આફ્રિકા હતી. આજે આફ્રિકામાં જઇએ તો બધી દુકાનો સેમ છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ છે.ભારતે કોરોનાકાળમાં વેક્સિનને લઇને દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે આફ્રિકાને દવા આપી હતી.
ડિફેન્સ એક્સપોથી નવી તકોનું સર્જન છે. આ વખતે એક્સપોમાં માત્ર મેડઇન ઇન્ડિયાના જ ઉપકરણો છે.પહેલીવાર
450થી વધુ એમઓયું સાઇન થયા છે. મને ખુશી છે કે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષાથી લઈને વૈશ્વિક વેપાર સુધી, દરિયાઈ સુરક્ષા વૈશ્વિક પ્રાથમિકતા તરીકે ઉભરી આવી છે.

 

20221019 130010

આજે ગ્લોબલલાઈઝેશનના સમયમાં મર્ચેન્ટ નેવીની ભૂમિકાનો પણ વિસ્તાર થયો છે. દુનિયાની ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે, અને ભારતે તેણે પુરી કરવાની છે. એટલા માટે આ ડિફેન્સ એક્સ્પો, ભારત પ્રતિ વૈશ્વિક વિશ્વાસનું પણ પ્રતિક છે.

સરકારમાં આવ્યા બાદ અમે બનાસકાંઠાના ડીસા ખાતે ઓપરેશનલ બેઝ બનાવવાનું નક્કી કર્યું અને અમારા સેનાની આ અપેક્ષા આજે પૂરી થઈ રહી છે. ડીસા એર બેઝ મામલે પીએમ મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, એર બેઝ માટે વર્ષ 2000માં જમીન આપી દીધી હતી. 14 વર્ષ સુધી કેંદ્રની સરકારે મંજૂરી ના આપી. ફાઈલો એવી બનાવી નાખી હતી કે મને પીએમ બન્યા બાદ પણ 8 વર્ષ મંજૂરી આપતા થયા.

20221019 130012

સ્પેસના ભવિષ્યની સંભાવનાઓને જોતા ભારતે પોતાની આ તૈયારીને આગળ વધારવાની રહેશે. આપણા ડિફેન્સ ફોર્સેસને નવા ઇનોવેટિવ સોલ્યુશન શોધવાના રહેશે સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ના રહે, અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ના રહે, આ આપણું મિશન પણ છે અને વિઝન પણ છે.

આજથી 8 વર્ષ પહેલા ભારતની ઓળખ દુનિયાના સૌથી મોટા ડિફેન્સ ઈમ્પોર્ટરના રૂપમાં થતી હતી. પરંતુ ન્યૂ ઈન્ડિયાએ ઈચ્છા શક્તિ દેખાડી અને મેક ઈન ઈન્ડિયા આજે રક્ષા ક્ષેત્રની સક્સેસ સ્ટોરી બની રહ્યું છે. આગામી 5 વર્ષોમાં આપણું રક્ષા નિર્યાત 8 ગણા વધ્યો છે, આજે આપણો દેશ અમેરિકા, ઈઝરાયેલ, ઈટલીને ઉપકરણો એક્સપોર્ટ કરે છે.

ભારતીય રક્ષા કંપનીઓ આજે ગ્લોબલ સપ્લાય ચેનનું મહત્વપૂર્ણ ભાગ બનીરહ્યું છે. અમે ગ્લોબલ સ્ટેંડર્ડને સ્ટેટ ઓફ આર્ટ ઉપકરણોની સપ્લાય કરી રહ્યા છીએ. ભારતીય નૈસેનાને આઈએનએસ વિક્રાંત જેવા અત્યાધુનિક એયરફ્રાક્ટ કેરિયરને પોતાના મોટા બેડામાં સામેલ કર્યા છે. આ એન્જિનિયરિંગને વિશાળ અને વિરાટ માસ્ટરપીસ કોચીન શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી ટેકનિકથી બનાવી છે.ભારતીય વાયુસેનાએ મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવેલ લાઈટ કમ્બેટ હેલિકોપ્ટરને પણ સામેલ કર્યા છે.

સેનાઓએ મળીને ઘણા ઉપકરણોની બે લિસ્ટ્સ તૈયાર કરી, જેમાં માત્ર દેશની અંદર જ ખરીદવામાં આવશે. આજે તે 101 આઈટમ્સનું એક બીજું લિસ્ટ જાહેર કરી રહ્યું છે. આ નિર્ણય આત્મનિર્ભર ભારતના સામર્થ્યને દેખાડે છે.આ લિસ્ટ બાદ રક્ષાક્ષેત્રના એવા 411 સાજો સામાન અને ઉપકરણ હશે, જે ભારત માત્ર મેક ઈન ઈન્ડિયા હેઠળ ખરીદશે.

મોદીના નેતૃત્વમાં ફક્ત રક્ષા ક્ષેત્રે નહીં, તમામ ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે: રાજનાથસિંઘ

20221019 125953

મહાત્મા ગાંધી ખાતે ડિફેન્સ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર એમએસએમઇને પ્રોત્સાહન આપીને રક્ષા ક્ષેત્ર સાથે જોડી રહી છે. આત્મ નિર્ભર ભારત માટે તમામ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 10થી વધુ દેશોના રક્ષા મંત્રીઓ સાથે દ્વિ પક્ષીય વાતચીત થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. એરો સ્પેસ અને અંડર વોટર પણ સુરક્ષા માટે કામ કરી રહ્યા છીએ. પીએમના નેતૃત્વમાં ફક્ત રક્ષા ક્ષેત્ર જ નહીં તમામ આર્થિક સેક્ટરમાં પણ દેશ આગળ વધી રહ્યો છે.

ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

20221019 130007

મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને યજમાન બનાવવા બદલ વડાપ્રધાન અને રક્ષામંત્રીનો આભાર. ડિફેન્સક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનારું ગુજરાત પહેલું રાજ્ય છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. ફોરેન્સિકક્ષેત્રમાં રિસર્ચ માટેનું સેન્ટર પણ કાર્યરત થયું છે. ડિફેન્સ પેવેલિયનને પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યું છે. એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા એમએસએમઇ કામ કરી રહ્યા છીએ. ગુજરાત સંવેદનશીલ રાજ્ય છે, ત્યારે 935 કરોડના ખર્ચે ડીસામાં એરફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનારું ગુજરાત પહેલું રાજ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.