- કેગના અહેવાલ મુજબ 8 વર્ષમાં માત્ર 6 સુપર સ્પેશિયલિટી ડોકટર તૈયાર થયા
- સરકાર દ્વારા ઈનચાર્જ રજીસ્ટ્રાર ને પાછા આઇકેડીઆરસીના ના વર્ગ 3 તરીકે પાછા મોકલવાની સરકારના વિભાગની સૂચના હતી છતાં
- તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં ચાલતી લાલીયાવાડીને કેગના અહેવાલ માં દર્શાવી છે. ઈનચાર્જ કુલપતિ દ્વારા ચલાવવા માં આવતી GUTS યુનિવર્સિટીમાં ઈનચાર્જ કુલસચિવ, ઈનચાર્જ પરીક્ષા નિયામક અને ઈનચાર્જ ડીન એટલે એવું માની શકાય કે યુનિવર્સિટીનું નામ જ ઈનચાર્જ યુનિવર્સિટી રાખી દેવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં ચાલતા ચાર ફેલોશિપ કોર્સિસ માંથી ત્રણ કોર્સિસને નેશનલ મેડિકલ કાઉન્સિલની માન્યતા નથી તેવું કેગ નું અવલોકન છે. નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગર 5 વર્ષથી ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ફેલોશિપ કોર્સિસ ચલાવી રહી છે તે કેટલું યોગ્ય છે. ફેલોશિપ ઇન એબ્ડોમિનલ ઓર્ગન ટ્રાન્સપ્લાનટેશન, ફેલોશિપ ઇન લીવર ટ્રાન્સપ્લાન્ટ, એનેસ્થિસ્યા અને ક્રિટીકલ કેર કોર્સ અને ફેલોશિપ ઇન પીડિયાટ્રિક નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાનટેશન કોર્સની મંજૂરી નેશનલ મેડિકલ કાઉન્સિલ પાસે લેવામાં આવી નથી. કુલસચિવ દ્વારા સ્વીકારમાં આવ્યું કે નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગર અભ્યાસક્રમ માં પ્રવેશ દર ઓછો છે. કેગનું અવલોકન છે કે ફેલોશિપ કોર્સિસ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલમાં દરખાસ્ત સુદ્ધાં કરવામાં આવી નથી. કેગ ના અહેવાલ મુજબ વર્ષ 2015 થી ઓક્ટોબર 2023 સુધી 8 વર્ષ દરમિયાન બે સુપર સ્પેશિયલિટી કોર્સીસ માત્ર 6 સુપર સ્પેશિયલિટી ડોકટર તૈયાર થયા છે. વધુ ડોક્ટર તૈયાર કરવા માં ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ કેમ નિષ્ફળ ગયી તે દિશા માં વધુ તપાસ થવી જોઈએ તેમ કેગ નું અવલોકન છે. બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મંજૂર કરેલ બે સુપર સ્પેશિયાલિટી કોર્સિસ ડીએમ ઇન રિપ્રોડક્ટિવ મેડિસન અને ઓર્ગન ટ્રાન્સપ્લાનટેશન એનેસ્થિસ્યા અને ક્રિટીકલ કેર 8 વર્ષ સુધી યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા નથી. કેગના અહેવાલ માં કુલ સચિવ દ્વારા જવાબ નોંધવા માં આવ્યો છે કે પૂરતા પ્રશિક્ષિત ફેકલ્ટી ની ઉણપ ના લીધે આ કોર્સિસ શરૂ કરવા માં નથી આવ્યા. ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર માટે નો કોર્સ પણ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં નથી આવ્યો.
કુલસચિવ કમલ મોદીને ડો પ્રાંજલ મોદીની કુલપતિના વડપણ હેઠળ મુખ્ય હિસાબી અધિકારી અને ચીફ એડમિનિસ્ટ્રેટરના ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જ્યારે એક સિવિલ એન્જિનિયરને મેડિકલ ક્ષેત્રની અગત્યની યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક બનાવી દીધા છે. લાયકાત વગર, અનુભવ વગરના મળતિયાઓ ને ઉચ્ચ જગ્યાએ ગોઠવવાનું શું એક કોભાંડના કહીં શકાય! વર્ગ 3 ના કર્મચારીને વર્ગ 1 ના કર્મચારી તરીકે મૂકવા તે ગેરરીતિ ન કેહવાય? સરકાર દ્વારા ઈનચાર્જ રજીસ્ટ્રારને પાછા IKDRC ના વર્ગ 3 તરીકે પાછા મોકલવાની વિભાગની સૂચના હતી છતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માં નથી આવી, તો શું ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના ઈનચાર્જ કુલપતિ સરકારના આદેશ માન્યા વગર પોતાની મનમાની ચલાવે છે તે કેગના અહેવાલ માં પુરવાર થાય છે.