Abtak Media Google News

યુવાઓમાં વેક્સિન લેવા અનેરો ઉત્સાહ: પાંચ દિવસમાં અંદાજે 10000 યુવાનોએ રસી લીધી

જામનગરમાં 1 લી મે થી રાજ્યના 18 થી 44 વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેને લઇને જામનગરના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.18 થી 44 વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેક્સિન લઇ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે.

યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા તો બીજી તરફ વેક્સિન લઈ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી. જામનગરના કામદાર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી વેક્સિન લીધા બાદ 20 વર્ષીય પોસ્તરીયા તેજલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલી 18 થી 44 વર્ષના યુવાનો માટેની વેક્સિનેશનની પહેલ ખુબ જ આવકારદાયક છે. મે અત્યારે વેક્સિન લીધી છે અને મને તેની કોઈ જ આડઅસર થઈ નથી. આથી લોકો પણ કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર વેક્સિન લેવા આગળ આવે તે જરૂરી છે. આપણે સૌ સરકારને સાથ સહકાર આપીએ અને વધુમાં વધુ વેક્સિનેશન કરાવી દેશને કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપીએ. પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઇ છે.

Img 20210506 Wa0038 1620293240
સરળતાથી રજીસ્ટ્રેશન થઇ જાય છે તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવામાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. પોતાના પરિવાર તથા સમાજને કોરોનાથી મુક્ત કરવા દરેક નાગરિક અવશ્ય વેક્સિન લે તેવી અપીલ કરતા દ્રષ્ટિએ જણાવ્યું હતું કે આની કોઇ જ આડઅસર નથી વેક્સિન એકદમ સુરક્ષિત છે.મહાનગર પાલિકા વિસ્તારમાં 15 આરોગ્ય કેન્દ્રો ખાતે 18 થી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનેશની સુવિધા ઉભી કરવામાં આવી છે. 1 લી મે થી આજ દિન સુધીમાં 9809 યુવાઓ સફળતાપૂર્વક પોતાનુ કોવિડ પ્રતિરોધક રસીકરણ કરાવવામાં સફળ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.