ગુજરાત જળ સમૃદ્ધ બનશે- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

કચ્છમાં PM નરેન્દ્રમોદીના કાર્યક્રમમાં CMનું સંબોધન

કોરોના મહામારી પણ ગુજરાતના વિકાસને રોકી શકી નથી

વડાપ્રધાન નરેન્દ્રમોદી કચ્છના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. PM મોદીએ ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખી દરિયાના ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટ, વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ પાર્ક તેમજ રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના રાજ્યના નેતા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

સૌપ્રથમ કચ્છ ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો છે. કોરોના મહામારી પણ ગુજરાતના વિકાસને રોકી શકી નથી. રૂફટોપ યોજના, કિસાન સૂર્ય સહિતની યોજનાઓ થકી સૌર ઉર્જામાં ગુજરાતે સમગ્ર દેશમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.