Abtak Media Google News

છેલ્લા બે-ત્રણ દિવસોમાં 600થી વધુ દર્દીઓને રજા મળતા બેડ ખાલી થતા કોરોનાગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહી છે

જામનગર સહિત સૌરાષ્ટ્રભરનાં જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના રીકવરી રેટમાં સતત વધારો થઈ રહો છે. કોરોનાને હરાવવા લોકો  જાગી ગયા છે.સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની  ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી થઈ રહી છે.  વિકરાળ બનેલા કોરોનાને હરાવવા  ગુજરાત જાગતા  કોરોના ભાગ્યો છે. જામનગરમાં જયાં વિસ્ફોટ થયો હતો ત્યાં. કોરોના કાબુમાં આવી રહ્યો છે.સરકારી જી.જી.હોસ્પિટલમાં આખરે  એમ્બ્યુલન્સની કતારો ઘટી છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડીંગ પરિસરમાં અગાઉ ભારે દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો, અને અનેક દર્દીઓ એમ્બ્યુલન્સ તેમ જ ખાનગી વાહનમાં સારવાર કરાવવા માટે કતારમાં જોવા મળતા હતા. જેનું ચિત્ર આજે બદલાયું છે, અને હોસ્પિટલ પરિસરમાં માત્ર ગણતરી પૂર્વકની જ એમ્બ્યુલન્સ રહી છે, અને તેમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે. સાથે સાથે જીજી હોસ્પિટલ માં બેડ ખાલી થાય એટલે તરત જ દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.  જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ થોડું ઘટ્યું હોવાથી કોવિડ હોસ્પિટલ પરથી ભારણ ઓછું થયું છે. ઉપરાંત જી.જી.હોસ્પિટલમાં શનિ-રવિ ના દિવસો દરમિયાન 600થી પણ વધુ દર્દીઓને રજા મળી હોવાના કારણે બેડ ખાલી થયા હોવાથી દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહી છે. જેના પરિણામ સ્વરૂપે હોસ્પિટલ પરિસરમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનોની કતાર ઘટી ગઈ છે, અને જામનગર માટે ખૂબ જ રાહત ના સમાચાર છે.

મોતના આંકડામાં ઘટાડો

 જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. પરંતુ, સારવાર દરમિયાન થઈ રહેલા દર્દીઓના મોતના આંકડામાં ઘટાડો થતા રાહતનો શ્વાસ લેવામા આવ્યો છે.જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 712 નવા કેસ નોંધાયા છે. જેમાં 393 કેસ શહેરી વિસ્તારમાં અને 319 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.તો સારવાર દરમિયાન 60 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, ચોવીસ કલાક દરમિયાન 441 દર્દી કોરોનાને માત આપી સાજા થવામા પણ સફળ રહ્યા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 37 હજાર 504 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 52 હજાર 396 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.