Abtak Media Google News

અબતક, રાજકોટ

એપ્રિલ માસની શરૂઆતથી જ જાણે કોરોનાએ માથું ફરીવાર ઊંચક્યું હોય તે રીતે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. પોઝિટિવ રેટમાં વધારાની સાથે મૃત્યુઆંકમાં પણ ભારે ઉછાળો નોંધાઇ રહ્યો હતો. સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જતા દર્દીઓ રઝળી પડ્યા હતા. લાંબા વેઇટિંગ લિસ્ટમાંથી પસાર થયા બાદ દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળતો હતો, દવાઓની પણ અછત સર્જાઈ હતી. આ તમામ પરિસ્થિતિ રાજકોટ-સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજાએ જોઈ છે. પ્રજાથી માંડીને સરકાર સહિત તમામના મુખે એક જ વાત હતી, હવે આ સિલસિલો કાબૂમાં આવે તો સારું. ત્યારે ગુજરાતની પ્રજાની સાવચેતીએ ક્યાંક કોરોના સામે જીત મેળવવાની શરૂઆત કરી દીધી છે. અગાઉ જેટલી સંખ્યામાં દર્દીઓ નોંધાઇ રહ્યા હતા તેનાથી લગભગ 50% દર્દીઓ જ હવે સંક્રમિત થઈ રહ્યા છે. સામે રિકવરી રેટ 85% સુધી પહોંચ્યો જે પ્રજા માટે રાહતના સમાચાર સાબિત થઈ રહ્યા છે.

અગ્નિદાહમાં પ0 ટકા જેટલો ઘટાડો: રિકવરી રેટમાં વધારો થતા સ્મશાનમાં વેઇટીંગનો અંત

અગાઉ દર્દીના મોત બાદ અગ્નિદાહ સંસ્કાર માટે પણ વેઈટીંગમાંથી પસાર થવું પડતું હતું. કલાકોની રાહ બાદ દાહ સંસ્કાર માટે જગ્યા મળતી હતી. ત્યારે હવે કોરોના અમુક અંશે કાબૂમાં આવતા મુક્તિધામનું વેઇટિંગ સંપૂર્ણપણે નાબૂદ થયું છે. હાલ રાજકોટના કોઈ પણ સ્મશાન ગૃહ કે કબ્રસ્તાનમાં વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું નથી. ઉપરાંત અગાઉ જે સંખ્યામાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે નોંધાઈ રહ્યા તેમાં પણ સરેરાશ 50%નો ઘટાડો થયો છે.

કોરોનની બીજી ઘાતક લહેરે સમગ્ર દેશમાં કહેર વરસાવ્યો છે ત્યારે કેસોમાં એકાએક વધારો થયો હતો ત્યારે મૃત્યુદરમાં વધારો થયો હતો જેના કારણે સારવાર માટે પણ લાંબી કતારો લાગી હતી અને અંતિમવિધિમાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે દર્દી કોરોનાની સામે જંગ હારી જતો હતો તેમના પરિવારજનોને તેના અંતિમસંસ્કાર કરવામાં પણ વેઇટિંગમાં ઉભું રહેવું પડતું હતું અને આંઠ – આંઠ કલાકના વેઇટિંગ બાદ જયારે તેમનો વારો આવે ત્યારે અંતિમસંસ્કાર થતું હતું જેથી આ પરિસ્થિતિના લીધે રાજકોટમાં વાગુદડ ખાતે શહેરનું મોટું સ્મશાન સારું કરાયું હતું જેમાં 10 જેવા ખાટલા ઉભા કરી અંતિમવિધિ કરવામાં આવતી હતી

છેલ્લા 15 દિવસથી સરકાર દ્વારા મિનિલોકડાઉંન લદાયું હતું તેના કારણે કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો તો સાથે જ મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં રામનાથપરાના સ્મશાનમાં ગત 15 એપ્રિલના રોજ ની 40-45 જેવી કોવિડ બોડીને અગ્નિદાન આપવામાં આવતું હતી તેની સરેરાશમાં ગત તારીખનો આકડો જોતા 20 જેવી જ ડેડબોડીને અંતિમસંસ્કાર આપવામાં આવ્યું હતું અને સાથેજ જે સ્મશાનમાં પણ વેઇટિંગ લાગ્યું હતું તેનો અંત આવ્યો છે.અને આ દ્રશ્યો જોતા જ લાગે છે કે કોરોનાની ચેન તૂટી છે ત્યારે મોટામૌવાના સ્મશાનમાં ગત 15 એપ્રિલના 40 કોવીડ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલનો એકડો જોતા 16 ડેડબોડીને અગ્નિદાન દેવાના આવ્યું હતું અને માવડી સ્મશાનમાં પણ ગત 15 અપ્રિલએ 32 કોવીડ ડેડબોડીની અંતિમવિધિ કરાઈ હતી જયારે ગતકાલ તારીખે 14 જ ડેડબોડીને અગ્નિદાન દેવાના આવ્યું હતું જેથી રાજકોટ શહેરનો  મૃત્યુ દરમાં ઘટાડો જોતા લોકોએ શ્વાશમાં શ્વાસ લીધો છે.હવે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા પણ મળી રહ્યો છે અને હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાગતી કતારોનો પણ અંત થયો છે.

દાહ-સંસ્કારના ધસારામાં 40% જેટલો ઘટાડો: ગુણવંતભાઈ ડેલાવાળા

Vlcsnap 2021 05 15 08H25M39S253

રામનાથપરા મુક્તિધામના સંચાલક ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, 1લી એપ્રિલથી જે રીતે સંક્રમણ વધ્યું હતું અને તેના કારણે મોતની સંખ્યામાં પણ ખૂબ ઉછાળો જોવા મળ્યો હતો. 1લી એપ્રિલથી અંદાજે 20-25 દિવસ દરરોજ 50થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા તેમ છતાં સતત વેઇટિંગ ચાલી રહ્યું હતું પણ છેલ્લા 1 સપ્તાહથી પરિસ્થિતિ કાબૂમાં આવી હોય તેવી લાગી રહ્યું છે. છેલ્લા 7 દિવસથી દરરોજ સરેરાશ 25 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. હાલ કોઈ જ જાતનું વેઇટિંગ પણ નથી જેથી ક્યાંક રાહત થઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, મુક્તિધામમાં નોંધાતા મૃતદેહોની સંખ્યાને આધારે તેવું કહી શકાય કે, મોતમાં 40% જેટલો ઘટાડો થયો છે.

રિક્વરીરેટમાં વધારો થતા મૃત્યુદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે:
રાજેશભાઈ સનુરા (મોટામૌવા સ્મશાન)

Vlcsnap 2021 05 15 08H25M50S480

કોરોનાની મહામારીએ રાજકોટ શહેરમાં કહેર વરસાવ્યો હતો ત્યારે કેસોમાં વધારો થવાની સાથે જ મૃત્યુ દરમાં પણ વધારો થયો હતો જેથી લોકોને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓને અંતિમસંસ્કાર દેવામાં હાલાકી ભોગવી પડતી હતી ત્યારે મોટામૌવા સ્મશાનના રાજેશભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 20 દિવસ પહેલા પરિસ્થિતિ ખુબજ ગંભીર થયી હતી ત્યારે મૃત્યુ આંક પણ વધવાથી અંતિમસંસ્કારમાં પણ લાઈનો લાગી હતીને ને લોકોને 7-8  કલાક જેવું વેઇટિંગ કરવું પડતું હતું અને તે સમયે રોજની 40-50 જેવી ડેડબોડીને અંતિમસંસ્કાર આપવામાં આવતું હતું પણ હવે થોડાક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થતા જ મૃત્યુ દર ઘટવાથી હવે લોકોને વેઇટિંગ કરવું પડતું નથી ને હવે રોજ ની 20 જેવી જ ડેડબોડીને અંતિમસંસ્કાર આપવામાં આવે છે થોડાક જ સમયમાં હવે કોરોના મુક્ત રાજકોટ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.