Abtak Media Google News

વિવિધ કારણોસર સૈન્યમાં ભરતી માટે અરજી કરનારા ૧૦૦ ગુજરાતી યુવાનોમાંથી માત્ર બે જ ઉમેદવારો સૈનિક માટે પસંદગી પામે છે

દેશ સેવાના કાર્ય ગણાતા સૈનિક તરીકેની કારકીર્દીની પસંદગીમાં ગુજરાતનો દેખાવ ખુબ જ નબળુ રહેવા પામ્યા છે. દેશની સૈન્યમાં ભરતીના ઇતિહાસમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતનાં ૪,૩૯,૮૬૬ યુવાનો એ સૈન્ય ભરતી માટે અરજી કરી હતી. તેમાંથી માત્ર ૭૦૯૭ યુવાનો જ સશસ્ત્ર દળોમાં ભરતી માટે પસંદગી પામ્યા હતા. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો દર સો ગુજરાતી અરજદારો માંથી માત્ર બે ઉમેદવારોને જ સૈનિકની નોકરી મળી હતી. સંરક્ષણ નિષ્ણાંતોના મને આ ટકાવારી દેશમાં સૌથી નીચે રહેવા પામી છે.

ભારતીય લશ્કરમાં ભરતી માટે ગુજરાતી યુવાનોની આ ઓછી ટકાવારીના કારણોમાં શારીરિક અયોગ્યતા અને સૈનિક માટે જોઇએ તેવા શરી સૌષ્ઠવા તમાકુ સહીતના ગુજરાતી યુવાનોના બંધાણો અને સૈનિક તરીકે કારકીર્દી અંગે અભિરુચીના અભાવ જેવા કારણોથી માનવમાં આવે છે. ગુજરાત વિધાનસભામાં અબડાસાના ધારાસભ્ય પ્રદયુમનસિંહ જાડેજાએ પૂછેલા એક જવાબ માં આ વાત ઉજાગર થઇ હતી.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સેના ભરતી માટેના કેટલાક કેમ્પ યોજાયા અને તેમાં કેટલા ઉમેદવારોએ ભાગ લીધો અને કેટલાક સૈનિક તરીકે પસંદગી પામ્યા તેની માહીતી પ્રદયુમનસિંહ જાડેજાએ માંગી હતી. જેમાં રાજયના શ્રમ અને રોજગાર વિભાગે ઉપરોકત આંકડાઓ આપ્યા હતા.

સૈનિક તરીકેની કારકીદીની પસંદગી યુવાનો વધુમાં વધુ કરે તે માટે તાલીમ કેન્દ્ર ચલાવતા સાગર જાડેજાએ જણાવ્યું હતું કે તેમને તાલીમ શાળામાં જોડાતા કુલ ઉમેદવારોમાંથી ૬૦ ટકાથી વધુ યુવાનોમાં માવો અને તમાકુ ખાવાની આદત હોય છે આ કુટેવથી યુવાનોની શારીરિક ક્ષમતા સૈનિક તરીકેની ભરતી માટેની કસોટીના પાર ઉતરવા માટે અસમર્થ નિવડે છે. માવો ખાનારા યુવાનો નિશ્ચિત સમયમર્યાદામાં દોડને અંતર કાપી નથી શકતા.

ભારતીય નૈસેનાના રિટાયર્ડ કમાન્ડર અને સંરક્ષણ નિષ્ણાંત ઉત્પલ વોરાએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો સૈન્યમાં સૈનિક તરીકે પસંદગીની કસોટીમાં કેટલીક મુળભુત સમસ્યાના કારણે પસંદ થઇ શકતા નથી. અને અધિકારી કક્ષાની પસંદગી માટે તમામ પ્રકારની ક્ષમતા પુરવાર કરવી પડે છે. કમનસીબીએ ગુજરાતી યુવાનો શારીરીક ક્ષમતા અને અંગ્રેજી ભાષાની જાણકારીના અભાવે લશ્કરમાં અધિકારી બની શકતા નથી. નિવૃત લશ્કરી અધિકારી વિનોદ ફલનીકર ગુજરાતી યુવાનોને લશ્કરી ભરતી માટે કાઉન્સેલીંગ અને તાલીમનું કામ કરે છે. અત્યાર સુધી ફલનીકર પાસે તાલીમ લીધેલા ૧૮૪ વિઘાર્થીઓએ સૈન્યમાં સ્થાન મેળવ્યું છે.

મોટાભાગના ગુજરાતી યુવાનો લશ્કરની ભરતીમાં ફીજીકલ ફીટનેસ પુરવાર કરી શકતા  નથી અને અભ્યાસમાં કરન્ટ અફેર, અંગ્રેજીનું પ્રભુત્વ અને સૈન્ય માટે આવશ્યક એવી શારીરિક ક્ષમતા જાળવી રાખવા માટે ફીજીકલ ફિટનેસ અંગે ગુજરાતી યુવાનો ગંભીર દરકાર રાખતા નથી. સરકારી નોકરીઓ અને ખાસ કરીને લશ્કરમાં કારકીર્દી બનાવવા માટે જરુરી અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વમાં પણ ગુજરાતી યુવાનો પાછળ રહે છે.

ગુજરાતી યુવાનોને સૈન્યમાં કારકીર્દી બનાવતા અટકાવનારા પરિબળોમાં તમાકુ માવાની ફાંકી અને અંગ્રેજી ભાષા પ્રત્યે અભિરુચીનો અભાવ ખુબ જ અવરોધરુપ પુરવાર થાય છે. લશ્કરી ભરતી મેળામાં સૈનિક બનવા માટે પ્રયત્ન કરનાર ૧૦૦ ઉમેદવારમાંથી પસંદગી પામે છે આ ટકાવારી સમગ્ર દેશના તમામ રાજય કરતાં ખુબ જ ઓછી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.