ગુજરાતી કલાકાર મલ્હાર ઠાકરને મળ્યા ધમકી ભર્યા મેસેજ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર મલ્હાર ઠાકરને 2018ના ઈન્ટરવ્યૂને લઈને ધમકી મળી હોવાના સમાચાર વહેતા થયા છે. 2018ના ઈન્ટરવ્યૂમાં મલ્હારની જીપ લપસી જતા તેને ધમકી આપવામાં આવી છે. મલ્હાલ ઠાકરે પોતાની ફેસબુક પોસ્ટમાં માહિતી આપતા લખ્યું છે કે, મને-મારી ટીમને ધમકીભર્યા કોલ-મેસેજ મળી રહ્યાં છે. 2018ના ઇન્ટરવ્યૂની વાતચીતમાં જીભ લપસી હતી.

આ મામલે મલ્હારે લોકોને વિનંતી કરી હતી કે ઇન્ટરવ્યૂની કમેન્ટને બીજા અર્થમાં ન લો. હું અમદાવાદને અન્ય લોકોની જેમ જ પ્રેમ કરુ છું. આ સાથે જ તેણે વધુમાં લખ્યું કે, અમદાવાદને અમદાવાદ કે કર્ણાવતી કહીએ, ભાવના એ જ રહેશે.

છેલ્લો દિવસ ફેમ મલ્હાર ઠાકર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટા સ્ટાર ગણાય છે. લોકડાઉન દરમિયાન મલ્હાર પણ ઘરે રહીને સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળ્યો. અવાર નવાર તે ફેન્સ સાથે લાઈવ વીડિયો દ્વારા વાતચીત રહે છે.