Abtak Media Google News

મુળ રાજકોટનાં દુર્ગેશ તન્ના દિગ્દર્શિત ગુજરાતી કોમેડી ફિલ્મમાં જાનકી બોડીવાલા, સૌરવ રાજયગુરુ અને ભરત ચાવડાનો શાનદાર અભિનય.

સ્ટાર કાસ્ટ ‘અબતક’ની મુલાકાતે ૨૫મીએ ફિલ્મ રિલીઝ થશે.

આગામી ૨૫મીએ ગુજરાતી કોમેડી ફિલ્મ છુટી જશે છકકા રીલીઝ થવા જઈ રહ્યું છે. ફિલ્મમાં એક ક્રિકેટ ફેમ દ્વારા મેચ પર મારવામાં આવતા સટ્ટા વિશેની વાત વણાયેલી છે.

આ અંગે વિસ્તૃત વિગત આપવા મુળ રાજકોટનાં ફિલ્મ ડિરેકટર દુર્ગેશ તન્ના અને ભરત ચાવડા તેમજ જાનકી બોડીવાલા અને સૌરવ રાજયગુરુએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

દેશમાં લોકો અલગ-અલગ પ્રકારનો સટ્ટો રમે, પરંતુ સૌથી મોટો સટ્ટો કયો ? મોટાભાગના લોકો ક્રિકેટ જ જવાબ આપશે. આઈપીએલની સિઝનમાં તદન નવા અને કોમેડી કોન્સેપ્ટ સાથે ડિરેકટર દુર્ગેશ તન્ના અને પ્રોડયુસર નિશાંત ઠાકેર કોમેડી ગુજરાતી ફિલ્મ ‘છુટી જશે છકકા’ લઈને આવી રહ્યાં છે.

૨૫મી મેના ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલિઝ થવા માટે સજજ કોમેડી ફિલ્મ ‘છુટી જશે છકકા’ની વાર્તા ક્રિકેટ મેચના સટ્ટાની આસપાસ વણાયેલી છે. હંમેશા પોતાની મસ્તીમાં મસ્ત રહેનારા યુવાનો ઝડપથી નાણા કમાવવાની લ્હાયમાં ક્રિકેટના સટ્ટામાં સપડાય છે અને પરિણામે હાસ્યથી લોટપોટ થઈ જવાય તેવી કોમેડી સર્જાય છે.

મિત્રો સાથે મળીને ક્રિકેટમાં સટ્ટો રમવાના ચકકરમાં કેવી રીતે વિવિધ સમસ્યાઓમાં સપડાય છે અને એક સમસ્યાનો હલ કરતા બીજી સમસ્યાને નોતરે છે તેને ફિલ્મમાં સુંદર રીતે આવરી લેવાયું છે.

મિત્રોના જોકે, હાસ્યથી લોટપોટ કરતી ફિલ્મના અંતે શું થાય છે તે જોવા માટે પુરી ફિલ્મ જોવી રહી. થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરાયું હતું અને મોટી સંખ્યામાં દર્શકોએ તેની પ્રશંસા કરીને ફિલ્મ રિલિઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Dsc 3595ફિલ્મ અંગે વાત કરતા ડિરેકટર દુર્ગેશ તન્નાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ દ્વારા અમે ખુબ જ હળવા અંદાજ અને કોમેડી દ્વારા અર્થસભર સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે તથા દર્શકો નિરાશ ન થાય અને થિયેટર હોલમાં તેઓ હાસ્યથી લોટપોટ થઈ જાય તે બાબતને લક્ષ્યમાં રાખીને અમે ફિલ્મ બનાવી છે.

‘છુટી જશે છકકા’ ફિલ્મ ક્રિકેટના સટ્ટા ઉપર આધારિત છે અને તેમાં વિષય વસ્તુની સાથે-સાથે તમામ પાત્રોને સમાન ન્યાય અપાયો છે અને તેમની પ્રતિભા દર્શાવવા પુરતી તક આપવામાં આવી છે.

આ ફિલ્મમાં અભિનેત્રી જાનકી એક અલગ અને આકર્ષક અંદાજમાં જોવા મળશે. ફિલ્મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા દુર્ગેશ તન્નાએ લખી છે.

ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવે આપ્યું છે, જયારે કે ગીતો ભાર્ગવ પુરોહિત અને નિરેન ભટ્ટે લખ્યાં છે. ગીતો દિવ્યા કુમાર, ભૂમિ ત્રિવેદી, હર્ષિત ચૌહાણ અને ભાર્ગવ પુરોહિતે ગાયા છે તથા મ્યુઝિકલ લેબલ રેડ રિબન મ્યુઝિક છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.