સાઉથની ફિલ્મોને ગુજરાતી ફિલ્મો ટકકર આપવા સક્ષમ: પૂજા જોશી

  • ‘હું તારી હીર’ ગુજરાતી ફિલ્મ 7 ઓકટોબરથી ધુમ મચાવશે
  • સ્ત્રી શસ્કતી કરણને રજૂ કરતી ગુજરાતી ફિલ્મ ‘હું તારી હીર’ના લીડ કલાકારોએ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાત દરમિયાન વર્ણવી ફિલ્મની કહાની

‘હું તારી હીર’ અર્બન ગુજરાતી ફિલ્મના લીડ કલાકાર પૂજા જોશી અને પ્રોડયુસર ડો. જયેશ પાવરા તથા પ્રોડયુસર સમીર ઉ5ાઘ્યાય વિગેરેએ

‘અબતક’ મીડિયાની શુભેચ્છાએ આવીને ગુજરાતી ફિલ્મ વિશે વિશદ્દ છણાવટ કરી હતી. અગાઉની ગુજરાતી ફિલ્મો અને હાલની ગુજરાતી  ફિલ્મોમાં આવેલ બદલાવ વિશે ખુલ્લા મનથી ચર્ચાઓ કરી હતી. તેમણે પોતાની ગુજરાતી ફિલ્મ ‘હું તારી હીર’ વિશે વિગતવાર વાતો કરી હતી.

નાનકડા ગામના સરપંચની દિકરી બોલીવુડ ફિલ્મો જોવાની ભારે શોખીન હોય છે. તેમનું એક સ્વપ્ન હોય છે કે બસ મારો ભરથાર હીરા જેવો હોય… પરંતુ આવું નહી બનતા સંજોગો કંઇક અલગ બને છે. આ દિકરીના લગ્ન ગામના જ એક સામાન્ય પરિવારના છોકરા સાથે કરી દેવામાં આવે છે. અને આ દિકરીના સ્વપ્નાઓ ચકનાચુર બની જાય છે. બસ કંઇક આવી કથાને ગુજરાતી ભાષાના પ્રભુત્વમાં કંડારવામાં આવી છે. આ દિકરી ફિડમ ડિવોર્સ માટે લડે છે.

આ ગુજરાતી ફિલ્મનું ઘણુ ખરૂ શુટીંગ ગોંડલના નવલખા પેલેસમાં કરાયું છે. અને યુ.એસ. તથા યુ.કે.માં પણ આ ગુજરાતી ફિલ્મનું શુટીંગ કરાયું છે.

આ ગુજરાતી ફિલ્મ ‘હું તારી હીર’ ફકત ગુજરાત માં જ નહી પણ સ્પેન, લ્યુથીનીયા, શીંગાપોર, યુ.એસ.એ., યુ.કે., કેનેડા અને ઓસ્ટ્રેલીયા તથા હોંગકોંગમાં પણ આગામી 7 ઓકટોબરમાં પ્રસારીત કરાશે.

આ ગુજરાતી ફિલ્મમાં લીડ રોલમાં પુજા જોશી, ઓજસ રાવલ, ભરત ચાવડા અને અન્ય કલાકારોમાં સોનાલી લેલે દેસાઇ, નિસર્ગ ત્રિવેદીએ પોતાની કલાના ઓજસ પાથર્યા છે.

ગાયક ભૂમી ત્રિવેદી, ઐશ્ર્વર્ચા મઝમુદાર, મીન જૈન, ગીતા રબારી, કીર્તીદાન ગઢવીએ પોતાનો કંઠ આપ્યો છે. પ્રોડયુસર સમીર ઉપાઘ્યાય, દિશા ઉપાઘ્યાય, ડો. જયેશ પાવરા વિગેરેએ આ ગુજરાત ફિલ્મને ચાર ચાંદ લાગે એવી મહેનત કરી છે.

અબતક-સુરભીનું આયોજન શિરમોર

‘હું તારી હીર’ ગુજરાતી ફિલ્મના લીડ કલાકારો ‘અબતક’ સુરભિ દ્વારા આયોજીત રાસોત્સવમાં ગત તા. 26 સોમવારને પ્રથમ નોરતે સહભાગી બન્યા હતા. ત્યારે અન્ય રાસોત્સવ કરતા ‘અબતક’ સુરભિનું આયોજન બેનમુન હોવાનું લીડ કલાકાર પૂજા જોશીએ જણાવ્યું હતું.

ગીત સંગીત અને માહોલ ઉડીને આંખે વળગે તેવા હોવાનું અને રાજકોટની ગરબા પ્રિય જનતાએ ‘અબતક’ સુરભિની ખાસ મુલાકાત લેવા ભારપૂર્વક જણાવ્યું હતું.

પોતે મુંબઇગરી હોવા છતાં ગુજરાતમાં સર્વ શ્રેષ્ઠ ગણી શકાય તેવા‘અબતક’ સુરભિના રાસોત્સવમાં પોતાને ખરા દિલથી આનંદ આવ્યાની અનુભુતિ થવાનું જણાવ્યું હતું.