Abtak Media Google News

રાજકોટની વિખ્યાત ફિલ્ડમાર્શલ-ગોવાણી કન્યા છાત્રાલયમાં ગુજરાત સંગીત નાટક અકાદમી પ્રેરિત લોકસાગરનાં મોતી કાર્યક્રમ યોજાયો: ૧૨૦૦થી વધુ બહેનો તથા મહાનુભાવોએ માણ્યું લોકસંગીત

12 1

ગુજરાતનું લોકસંગીત લોક્સાગરમાં સ્વાતિબિંદુથી પાકતાં અણમોલ મોતી જેવું છે,જેના જતન માટે,ખાસ કરીને યુવાધન તેમાં રસ લેતું થાય એ માટે ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીના માધ્યમથી પ્રસંશનીય પ્રયાસ કરી રહી છે એવો મત રાજકોટની વિખ્યાત ફિલ્ડમાર્શલ-ઓરપેટ ટ્રસ્ટ સંચાલિત ફિલ્ડમાર્શલ-ગોવાણી ક્ધયા છાત્રાલયમાં ગુજરાત સંગીત નાટક અકાદમી પ્રેરિત લોકસાગરનાં મોતીકાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો.આ પ્રોગ્રામનો લાભ ફિલ્ડમાર્શલ,ગોવાણી અને ભાલોડિયા ક્ધયા છાત્રાલયની ૧૨૦૦થી વધુ બહેનો અને મહાનુભાવોએ લીધો હતો.

સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યા અને તેમનાં વૃંદ દ્વારા પ્રસ્તુત રસદર્શન સાથેના લોકસંગીતના કાર્યક્રમ લોકસાગરનાં મોતીના ઉદઘાટન અવસરે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી  પરસોતમભાઈ ફળદુ અને કેમ્પસ ડાયરેકટર પ્રો.ડો.જે.એમ.પનારાએ જણાવ્યું કે ગુજરાતનું લોકસંગીત લોકસાગરનાં મોતી જેવું અમૂલ્ય છે.જાણીતા બિલ્ડર અને સંસ્થાના ટ્રસ્ટી  નરોત્તમભાઈ કણસાગરા અને વસંતભાઈ ભાલોડિયાએ જણાવ્યું કે સ્વાતિ નક્ષત્રમાં મેઘવર્ષાથી જેમ મોતી પાકે એવું જ આપણું લોકસંગીત છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને સંસ્થાના કારોબારી સભ્ય  ગૌતમભાઈ ધમસાણીયાએ કહ્યું કે આપણા ગૌરવપૂર્ણ વારસાને આગળ ધપાવવા અને યુવાધનને તેમાં રસ લેતું કરવા ગુજરાત સરકાર અને સંગીત નાટક અકાદમી ભરપુર પ્રયાસ કરે છે.આ મહાનુભાવોએ ગુજરાત સરકાર અને  સંગીત નાટક અકાદમીને બિરદાવ્યા હતાં તો રાજકોટના મદદનીશ કલેકટર રાજકોટ(ગ્રામ્ય) ડો.ઓમપ્રકાશ અને અંશુમન તિવારીએ પણ ગુજરાતી લોકસંગીતની ભારોભાર પ્રસંશા કરી હતી.

આ અવસરે મદદનીશ કલેકટર રાજકોટ (ગ્રામ્ય) ડો.ઓમપ્રકાશ (આઈએએસ), ઇન્ડિયા ટૂડેના તંત્રી  અંશુમન તિવારી (દિલ્હી), અગ્રણી બિલ્ડર અને ટ્રસ્ટી નરોત્તમભાઈ કણસાગરા, અગ્રણી ઉદ્યોગપતિ  ગોપાલભાઈ ગોવાણી, ટ્રસ્ટી શાંતાબેન ગોપાલભાઈ ગોવાણી,ટ્રસ્ટી  જયદીપભાઈ ગોવાણી,ટ્રસ્ટી  વસંતભાઈ ભાલોડિયા,કારોબારી સભ્ય ગૌતમભાઈ ધમસાણીયા, ધર્મેન્દ્રભાઈ ફળદુ, નિર્મલાબેન ફળદુ,સામાજિક અગ્રણી અમુભાઈ ડઢાણીયા, સંજયભાઈ કનેરિયા, નીલેશભાઈ ભટ્ટ, જેન્તીભાઈ કનેરિયા, ચંદ્રકાન્તભાઈ પાંચાણી, રમેશભાઈ વરાસડા,ગ્રેટર ચેમ્બરના પ્રમુખ  ધનસુખભાઈ વોરા,ઉપપ્રમુખ  રાજીવભાઈ દોશી,પ્રો.ડો.યશવંત ગોસ્વામી, દામજીભાઈ સિણોજીયા, બાબુભાઈ ઝાલાવાડિયા, નાનજીભાઈ કનેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી  પરસોત્તમભાઈ ફળદુએ સૌનું સ્વાગત કરી દીકરીઓ માટે આવો સાત્વિક પ્રોગ્રામ ફાળવવા બદલ સંગીત નાટક અકાદમીના ચેરમેન અને સુપ્રસિદ્ધ સંગીતકાર  પંકજ ભટ્ટ અને સભ્યસચિવ  જે.એમ.ભટ્ટનો ઋણ સ્વીકાર કર્યો હતો.કેમ્પસ ડાયરેક્ટર ડો.જે.એમ. પનારાએ રસાળ શૈલીમાં ઉદઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું.

લોકગાયક નીલેશ પંડ્યા,મિત્તલબેન પટેલ,મંદાબેન પીરાણી,રેખાબેન પડાલીયાએ લોકગીતો,દુહા-છંદ,લગ્નગીતોની રમઝટ બોલાવી હતી.નીલેશ પંડ્યાએ લોકગીતોનું રસદર્શન કરાવી શ્રોતાઓની વાહવાહી મેળવી હતી. ગાયકવૃંદ સાથે સુનીલ સરપદડીયા,અંબર પંડ્યા,ડો.હરેશ વ્યાસ,રવિ યાદવ,ભાવેશ મિસ્ત્રી અને કમલેશ દાણીધારીયાએ સંગત કરી હતી.

સૌરાષ્ટ્રમાં ફોક સોન્ગ-કલ્ચરની પરંપરા જીવીત: ડો.ઓમપ્રકાશ

Vlcsnap 2019 11 18 09H45M24S842

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ખુબ સરસ કાર્ય હતો. રાજકોટનાં કલેકટર રેમ્યા મોહનની ખુબ લાગણી હતી. આવવા માટે તે કામમાં હોવાથી નથી આવી શકયા તો તેમની જગ્યાએ હું તેમના કહેવાથી આવેલ હતો. ફોક શોંગ હંમેશાથી મને પસંદ છે. ખાસ કરીને મેં સૌરાષ્ટ્રમાં જોયું છે કે ફોક સોંગ અને ફોંક કલ્ચરની પરંપરા જાળવી છે. અમારા રાજસ્થાનમાં પણ ખુબ સમૃદ્ધ છે. રાજસ્થાન ફોક સોંગ, ઢોલ, હારમોનીયમ સાથે ગવાય છે અહીં પણ એવું જ છે.

લોક સંગીત કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ દાખવ્યો: પનારા

Vlcsnap 2019 11 18 09H44M47S823

ફિલ્ડ માર્શલ ક્ધયા છાત્રાલય, ગોવાણી ક્ધયા છાત્રાલય તથા કણસાગરા મહિલા કોલેજ સંચાલિત ભાલોડિયા ક્ધયા છાત્રાલયની બહેનો માટે જેમાં અંદાજે ૧૩૦૦ જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી. લોકસાગરનાં મોભી નામ હેઠળ સંગીત સંઘ્યાનું આયોજન કરાયું હતું. સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો. સરકારનો પ્રયાસ રહ્યો છે કે, આપણું લોકસંગીત જળવાઈ રહે અને આપણી યુવા પેઢી સુધી પહોંચે તેમનાં પ્રોત્સાહન માટે તેના ભાગ‚પે સરકારનો અર્થાગ પ્રયાસ છે. સૌરાષ્ટ્રમાં લોક કલાકારો, લોક સાહિત્યકાર પડેલા છે તેને ગોતી સૌની વચ્ચે હોસ્ટેલોમાં, કોલેજોમાં તથા યુનિવર્સિટીઓમાં આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું છે તો સરકાર દ્વારા આ કાર્યક્રમ અમને આપ્યો અને અમે ત્રણ હોસ્ટેલને સંયુકત કરી ૧૩૦૦ દિકરીઓની સામે આ કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં અમને ખુબ સફળતા મળી છે અને લોક સંગીતનાં ખુબ ઉતસાહ દાખવ્યો છે. નિલેષ પંડયા, મિતલ પટેલ અને સાથી કલાકારો સાથે કાર્યક્રમ આપ્યો હતો. રાજકોટનાં મદદનીશ કલેકટર ઓમપ્રકાશ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.