Abtak Media Google News

છેલાજી રે… મારી હાટું પાટણથી…

મીડિયા પાર્ટનર ‘અબતક’ના સથવારે ગીત સ્પર્ધા

નિ:શુલ્ક રજિસ્ટ્રેશન શરૂ  સૌરાષ્ટ્ર-કચ્છના કલાકારો ભાગ લઈ શકશે  વિજેતાઓને લાખેણા ઈનામ અપાશે

 ઓડિશન, સેમી ફાઈનલ અને ફાઈનલમાં લાઈવ ઓરકેસ્ટ્રા સાથે અનુભવી નિષ્ણાંતો દ્વારા પસંદગી

સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ અને વોરા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજન

સીઝન્સ સ્કવેર ટ્રસ્ટની ટીમ ‘અબતક’ના આંગણે

છેલાજી રે… મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો…, કંકુ છાંટી કંકોત્રી મોકલજો…, જેવા ગુજરાતી ગીત, ગઝલ, સુગમ સંગીતની સ્પર્ધાનું અને‚ આયોજન સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ, વોરા વેલફેર ફાઉન્ડેશન, મીડિયા પાર્ટનર ‘અબતક’ અને ‘ફૂલછાબ’ના સથવારે કરાયું છે. આ સ્પર્ધા સંગીત ક્ષેત્રે ઉગતી પ્રતિભા માટે નિ:શુલ્ક છે. સૌરાષ્ટ્ર-કચ્છના રસ ધરાવતા તમામ સ્પર્ધકો આ કોમ્પીટીશનમાં ભાગ લઈ શકશે.

લાઈવ ઓરકેસ્ટ્રા, અનુભવી જજની પેનલ અને આકર્ષક ઈનામોની સાથે આ સ્પર્ધામાં સ્પર્ધકો માટે પ્રવેશ નિ:શુલ્ક રાખેલ છે. સ્પર્ધા તા.૧૫ ડિસેમ્બર પછી શરૂ થશે, જેના ફોર્મ મેળવવા સીઝન્સ સ્કવેર અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક સાધવા આયોજકો દ્વારા જણાવાયું છે. વોટ્સએપ દ્વારા ફોર્મ મેળવવા અને વધુ માહિતી માટે મો.નં.૯૮૨૫૩ ૫૯૨૨૪ પર સંપર્ક કરવો.Untitled 1 12ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરાઓકે સ્પર્ધા યોજાય છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા બધા સ્પર્ધકો ભાગ લે છે. આ વર્ષે નવતર પ્રયોગના ભાગ‚પે અને વોરા વેલફેર ફાઉન્ડેશનના આર્થિક સહયોગ સાથે પ્રથમ વખત ગુજરાતી ગીત-સંગીતની સ્પર્ધાનું અને‚ આયોજન કરાયું છે. કરાઓકેમાં આશરે ૨૫૦ થી ૩૦૦ સ્પર્ધકો ભાગ લે છે. આ સ્પર્ધામાં પણ આશરે ૧૫૦ થી ૨૦૦ કલાકારો જોડાય તેવી શકયતા છે. સ્પર્ધાનો પ્રથમ ઓડિશન રાઉન્ડ તા.૨૩ ડિસેમ્બરે, સેમી ફાઈનલ તા.૩૦મીએ અને ફાઈનલ રાઉન્ડ તા.૫ જાન્યુઆરીએ યોજાનાર છે. તમામ રાઉન્ડ લાઈવ ઓરકેસ્ટ્રા સાથે યોજાશે. નામાંકીત જજની પેનલ સ્પર્ધકોની પસંદગી કરી વિજેતાઓને લાખેણા ઈનામો આપી સન્માન કરાશે. સ્પર્ધા કુલ ૪ કેટેગરીમાં યોજાશે.

‘અબતક’ની મુલાકાતે આવેલા સીઝન્સ સ્કવેર ટ્રસ્ટના આગેવાનો અજય જોષી, ભરત દુદકીયા, વિજય ચંદારાણા, કોમલ મહેતા, કુણાલ જોષી, હર્ષા રાઠોડ અને ધારા રાઠોડે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતની પરંપરા ઉજાગર થાય, ગુજરાતી લોકગીતો ભાષાનો વારસો આગળ વધે અને યંગસ્ટર પરિચીત થાય તે માટે આ પ્રકારની સ્પર્ધાનું પ્રથમ વખત આયોજન થયું છે. આ પ્રકારના પ્લેટફોર્મ સાથે યુવાનો પોતાની ગીત-સંગીતની કલા ઉજાગર કરી શકે અને કેરીયર બનાવી શકે છે. વધુમાં વધુ સ્પર્ધકોને આ કોમ્પીટીશનમાં જોડાવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.