અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા લોકોને પોતા-પોતાના દેશ તગેડી મૂકવાનું શરૂ કરી દીધું છે. ત્યારે 104 ભારતીયોને લઈને પહેલું વિમાન ગઈકાલે જ અમૃતસર આવી પહોંચ્યું હતું. જેમાં 37 જેટલાં ગુજરાતીઓ હતા. જેમને લઈને એક વિમાન અમૃતસરથી દિલ્હી થઈને અમદાવાદ આવી પહોંચ્યું છે. તેમાં ગુજરાતના ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદ, સિદ્ધપુર પાટણ, ભરુચ, વડોદરા અને બનાસકાંઠાના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં જ આ લોકો તેમના ચહેરા છુપાવતા નજરે ચઢ્યા હતા. જેમના દૃશ્યો હવે સામે આવવા લાગ્યા છે. તેમને લઈ જવા માટે સરકાર દ્વારા પોલીસ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેમને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડશે.
ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે.
એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો અને સુરતના 4 તથા અમદાવાદના 2 અને ખેડા-વડોદરા તથા પાટણના 1-1 લોકો સામેલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ એક મોટું અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત 104 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરી ગતરોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પર લવાયા હતા, જેમાં સામેલ 33 ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.
વતન પહોંચ્યાનો હાશકારો…
ગતરોજ અમેરિકાથી ડિપોર્ટ કરાયલે ભારતીય નાગરિકો પંજાબ પહોંચ્યા, જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા. આ ગુજરાતીઓને પંજાબથી એક વિમાન મારફત અમદાવાદ લાવવામાં આવ્યા છે. આજે વહેલી સવાર 6:15 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર Indigo ફ્લાઈટ લેન્ડ થયું. જેમાંથી ધીરે ધીરે એક બાદ એક એમ ગુજરાતી પરિવારો બહાર લાવવામાં આવ્યા.
પોલીસ બંદોબસ્ત સાથે વતન જવા રવાના : આ મુદ્દે અમદાવાદ એચ ડિવિઝનના ACP આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, અમૃતસરથી ફ્લાઈટમાં 33 લોકો આવ્યા હતા. તેઓને પોતાના ઘરે મોકલવામાં આવ્યા છે. જે તે જિલ્લામાંથી પોલીસ આવી હતી, તેમની સાથે રવાના કરવામાં આવ્યા છે. અત્યારે કોઈ ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું નથી.
અમેરિકાથી ડિપોર્ટેડ 33 ગુજરાતીઓ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ 33 લોકોમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના ત્રણ, અમદાવાદના 2 તથા બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના એક-એક લોકોનો સમાવેશ થાય છે. આ લોકો પૈકી 15 પુરુષ અને 18 મહિલાઓ છે, જેમાં 8 સગીર પણ સામેલ છે.