ગુજરાતની કોયલ કિંજલ દવેનું દિલ તૂટ્યું…જાણો કેમ તૂટી પવન સાથે સગાઈ

ગુજરાતની કોયલ એવી કિંજલ દવેના સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે પાંચેક વર્ષની સગાઈ રાખ્યા બાદ અચાનક સગાઈ તૂટવાના વાયુવેગે ફેલાઈ રહ્યા છે . સગાઈ શા કારણે તૂટી તેનું હાલ કારણ બહાર આવ્યું નથી.

સાટા પદ્ધતિથી થઈ હતી બન્નેની સગાઇ ??

આશરે પાંચેક વર્ષ પહેલા સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈની સગાઈ કરવામાં આવી હતી કિંજલ ની સગાઈ પવન સાથે અને પવનની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે કરવામાં આવી હતી ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરતા કિંજલ દવેની સગાઈ તૂટવાના અહેવાલો હાલ સામે આવી રહ્યા છે.

famous gujarati singer kinjal dave break up engagement with pavan joshi breaking news

કિંજલ દવેની જેની સાથે સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે.. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન પણ જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે કિંજલ દવે સોશિયલ મીડિયા પર કેટલી એક્ટિવ રહે છે ત્યારે કિંજલ દવે હાલ સોશિયલ મીડિયામાંથી પોતાના ફિયાન્સ સાથેની તમામ તસવીરો અને રિલને દૂર કરી છે અને તેના ફિયાંસ પવનને instagram અકાઉન્ટ પણ પ્રાઇવેટ કર્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યારે ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે કિંજલ દવે પણ ખૂબ ખુશ હતી. પરંતુ આ રીતે એકાએક બંનેની સગાઇ તૂટી જતા કિંજલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.