Abtak Media Google News

વર્લ્ડ ફોર્મ્યૂલા રેન્કીંગમાં જીટીયુની ટીમે સમગ્ર વિશ્વમાં
45મું સ્થાન પ્રાપ્ત કર્યુ

વિશ્વની 622 ટીમમાંથી ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરનાર દેશની એકમાત્ર ટીમ 

A5F691B8 90Fe 48E3 A5Ca A7D640E4Fd0A

 

તાજેતરમાં વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસિએશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું  છે. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમે સમગ્ર વિશ્વમાં 45મું સ્થાન પ્રાપ્ત કરી વિશ્વ આંખામાં ગુજરાતનું નામ રોશન કરાવ્યું છે. આ સાથે જ ટોપ-50માં પસંદગી પામનાર દેશની એકમાત્ર ટીમ બની છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ટેક્નિકલ ક્ષેત્રે તમામ પ્રકારના ઉચ્ચત્તમ ધોરણો પ્રાપ્ત કરે, તે માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. ફોર્મ્યુલા રેન્કીંગમાં સમગ્ર વિશ્વમાં ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીટીયુની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

9D76Ca59 4667 424A B567 B630Ad8Ccc3F

જર્મની ખાતે કાર્યરત વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ફોર્મ્યૂલા રેન્કીંગ માટે વિવિધ પ્રકારના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં ફોર્મ્યૂલા કારના નિર્માણમાં મિકેનિકલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયેલ છે તથા તેની ડિઝાઈનમાં જોવા મળતાં સેફ્ટી ફિચર્સ અને પર્યાવરણ સંબધીત બાબતોનો સમાવેશ છે. આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં મેળવેલ ક્રમાંક વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને જીટીયુની ફોર્મ્યૂલા ટીમને 1000માંથી 745 પોઈન્ટનો સ્કોર આપ્યો હતો. ગતવર્ષે ફોર્મ્યૂલા ભારત સ્પર્ધામાં જીટીયુની ટીમે તૃતિય સ્થાન હાંસલ કર્યુ હતું. આ ઉપરાંત બુદ્ધ સર્કિટ સૂપ્રાસઈ ઈન્ડિયા સ્પર્ધા માટે પણ પસંદગી પામ્યા હતાં. સમગ્ર વિશ્વમાં ટોપ -50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.