• પવન ઊર્જા’ ક્ષેત્રે ગુજરાત 12,132થી વધુ મે.વો.ની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે: કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા
  • પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા રાજ્યને છેલ્લા ત્રણ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે સૌથી વધુ પવનચક્કી સ્થાપિત કરવાના ચાર એવાર્ડ એનાયત

03 1 16

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સોલાર, જળ, પવન જેવી પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ભારતને વધુને વધુ પગભર બનાવવા અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધર્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ ગુજરાતમાં પ્રથમવાર અલાયદો કલાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિવિધ પરંપરાગત ઊર્જાના સ્થાયી સ્ત્રોત વિકસાવવા હરહમેંશ પ્રયત્નશીલ છે. જેના ફલશ્રુતિરૂપે ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. 31 જુલાઈ-2024ની સ્થિતિએ 47,075.43 મે.વો.ની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત 12,132.78 મે.વો.થી વધુ ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર-પ્રથમ ક્રમે છે, જે દેશના કુલ ઉત્પાદનના આશરે 25.8  ટકા જેટલું થાય છે, આ ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવાયું હતું.

મંત્રી મુળુએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ લક્ષ્યાંકને ઝડપી હાંસલ કરવા કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ગુજરાત સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ઉપરાંત ગુજરાત એનેર્જી ડેવેલપમેન્ટ એજન્સી-GEDA દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ પવન ઊર્જા પ્રોજેક્ટસ સ્થાપવા માટે સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. સાથે જ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પવન ગતિનો અભ્યાસ કરતાં સફળ પરિણામો પ્રાપ્ત થયા છે, જેનાથી પવન ઊર્જા પ્રોજેક્ટ્સ વધુ પ્રભાવશાળી રીતે આગામી સમયમાં વિકસાવવામાં આવશે,તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

01 8

કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, એટલું જ નહિ પરંતુ ગુજરાતે પવન ઊર્જા ક્ષેત્રે અનેક પુરસ્કાર અને સિદ્ધિઓ પણ મેળવી છે. અગાઉ વર્ષ 2021-22 અને 2022-23માં ‘એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટસ-AREAS’, વર્ષ 2021-22માં ‘રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા-NIWE’ તેમજ વર્ષ 2023-24માં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય-MNRE દ્વારા રાજ્યને સૌથી વધુ પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવા માટે વિવિધ ચાર એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, સૌથી વધુ 1600 કિ.મી.ની લંબાઇ ધરાવતો દરિયા કિનારો, વિશાળ મેદાન તેમજ સરળ ભૂપ્રદેશના પરિણામે, પવન ઊર્જા ઉત્પાદન માટે ગુજરાત આદર્શ સ્થળ રહ્યું છે. જેને ધ્યાને રાખીને રાજ્યમાં વર્ષ 1993-94માં દેશની સૌથી પ્રથમ ‘પવન ઊર્જા નીતિ’ જાહેર કરવામાં આવી હતી. જ્યારે, હાલમાં છઠ્ઠી નીતિ એટલે કે ‘ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-2023’ અમલમાં છે. વડાપ્રધાનના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત નવી ટેકનોલોજીઓ અને યોજનાઓને અમલી બનાવી પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતને વધુ વિકસિત બનાવવા નિરંતર પ્રયાસ કરી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.