Abtak Media Google News

ભાવનગર જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે જ છે, પરંતુ કોઇ એક જ વિસ્તારમાં સિંહ પરિવાર વસવાટ કરે અને લોકોને પ્રાકૃતિક નજારો મળી રહે તેવા સંજોગોનું નિર્માણ થયું છે. ભાવનગરના સણોસરા નજીક ચોરવડલામાં આવેલી 225 હેકટર સરકારી પડતર જમીનમાં સફાઇ પાર્ક બનાવવાના ઉજળા સંજોગો સર્જાયા છે. રાજ્યમાં ધારી પથંકમાં આંબરડી અને બીજુ દેવળિયામાં સફારી પાર્ક છે, જ્યારે ચોરવડલામાં ત્રીજુ પાર્ક બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

ભાવનગરની ભૌગોલિક રીતે અનેકવિધ વિશેષતાઓ છે. કાળિયાર અભ્યારણ્ય હોય કે પછી દરિયા કાંઠે જહાંજ વાડો હોય, અથવા તો મિઠા ઉદ્યોગ ભૌગોલિક સંપદાઓને આધારિત છે. જેમાં હવે ચોરવડલામાં સફારી પાર્ક બનશે તો અદભુત નજારો બની રહેશે. અહીં સફારી પાર્કમાં બને તો બહારના ઝુ માંથી સિંહનું સ્થળાંતર કરવામાં આવશે. અહીં સરકારી પડતર જમીનમાં આ સફારી પાર્ક દેશભરમાં ખ્યાતિપ્રાપ્ત બની શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.