Abtak Media Google News
  • અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ ભક્તિ પ્રકાશદાસજીએ મેંદરડા બૂથ પર મતદાન કર્યું

Screenshot 4 2

માણાવદર-85 વિધાનસભા સીટના મેંદરડા બૂથ ઉપર સ્વામિનારાયણ સનાતન આશ્રમ મેંદરડા/ખીરસરા આશ્રમ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ ભક્તિ પ્રકાશદાસજીએ મતદાન કર્યું હતું.

  • ભેસાણ દિવ્યાંગ દંપતિએ મતદાન કરી લોકશાહી પર્વની કરી ઉજવણી

Screenshot 5 2

  • લીંબડીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ કર્યું મતદાન

Kirit Shih Rana

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રથમ તબકકામાં આજે  89 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ  લીંબડી તાલુકાના  ભલગામડા ખાતે સરકારી હાઈસ્કુલમાં  મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

  • જસદણ-7ર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાએ કર્યુ મતદાન

Kuvarji Bhai

ગુજરાત વિધાનસભા 2022 ચુંટણીનું પ્રથમ તબકકાનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજકોટ જીલ્લાની જસદણ-7ર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાએ વિછીંયા ખાતે મતદાન કર્યુ હતું. અને ભાજપને લોકો જંગી બહુમતીથી વિજયી બનાવશે તેવો વિશ્ર્વા વ્યકત કર્યો હતો.

  • વિંછીયામાં 93 વર્ષીય બુઝુર્ગની જુસ્સાભેર વોટિંગ સાથે અપીલ: અચૂક કરો મતદાન

Img 20221201 Wa0048

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના 93 વર્ષીય વિરજીભાઈ 18 વર્ષના યુવાનની જેમ મતદાન માટે ઉમટ્યા હતા. મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્ય પ્રેરિત કર્યા હતા. આ તકે વીરજીભાઈએ જણાવ્યું કે, બાપલિયા મતદાન તો કરવું જોઈએ ને..

  • જૂનાગઢ ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયાએ કર્યું સજોડે મતદાન

Img 20221201 Wa0005

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનમાં આજે સવારથી જ  લોકોમાં સ્વયંભૂ  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ બેઠક પરથી ભાજપના  ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ લડી રહેલા સંજયભાઈ કોરડીયાએ સવારના પહોરમાં સજોડે મતદાન કરી વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

  • મંત્રી દેવાભાઇ માલમે વતન થલ્લીમાં કર્યું મતદાન

Img 20221201 085625

કેશોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય પશુપાલન મંત્રી દેવા માલમે માંગરોળ તાલુકાના થલ્લી ગામે મતદાન કર્યું છે. દેવાભાઇ માલમ તેમના પરિવાર અને ગામ લોકો સાથે મતદાન મથક પહોંચ્યા હતા. મતદાન કરતા પહેલા દેવાભાઇ માલમે દાડમદેવના દર્શન કર્યા બાદ મતદાન કરેલ.

  • વેરાવળ શહેરમાં સવારથી જ ધિંગુ અને શાંતિપૂર્ણ મતદાન

Matdan

વિધાનસભાની સોમનાથ બેઠક પર આજે  મતદાનના દિવસે સવારે  આઠ વાગ્યાથી મતદાન ચાલુ થતા જ લોકો મતદાન મથક પર મતદાન કરવા ઉમટી પડયા છે. શાાંતિપૂર્ણ રીતે લોકો મતદાન ઉત્સવ ઉજવી રહ્યા છે. અને  મતદારોમા સારો ઉત્સાહ દેખાઈ  રહ્યો છે. 8 થી 10માં ગીર સોમનાથ જિલ્લામાં 5.19 ટકા મત પડયા છે. વેરાવળ 12410, 4.72 ટકા, તાલાલા 11976, 5.10 ટકા, કોડીનાર  12624, 5.38 ટકા ઉના  14907, 5.58 આમ કુલ  5.19 ટકા મતદાન થયેલ છે.  87 વર્ષના વૃધ્ધા પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ.

  • જૂનાગઢના ધારાસભ્યએ ‘સજોડે’ કર્યું મતદાન

Img 20221201 Wa0006 1

જૂનાગઢના ધારાસભ્ય અને  કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ  સવારમાં જ સજોડે મતદાન કરી લોકતાંત્રીક ધર્મ બજાવી જૂનાગઢ સહિત રાજયભરના મતદારોને અવશ્ય મતદાનની અપીલ કરી પોતાનો વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

  • ધારી ભાજપ ના ઉમેદવાર જે.વી. કાકડિયા કર્યું મતદાન

Screenshot 6 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.