Abtak Media Google News

રાજધાનીને બાદ કરતા દિલ્હીની ટ્રેનોના બૂકીંગ ફુલ: મુંબઈ, દિલ્હીમાં કોરોનાનો વધુ કહેર છતાં ત્યાં જવા મુસાફરો ઉત્સુક

દેશમાં ૧૪ એપ્રીલે લોકડાઉન પૂરૂ થાય અને દેશ પૂન: શરૂ થાય એ સાથે જ મુસાફરીના શોખીન ગુજરાતીઓ મુસાફરી માટે સજજ થઈ ગયા છે. તા.૧૫ એપ્રીલથી મુસાફરી માટેના આયોજન ઘડી કાઢ્યા છે. રાજધાની દિલ્હી સુધી દોડતી ટ્રેનોમાં રાજધાની એકસપ્રેસને બાદ કરતા તમામ ટ્રેનોમાં બૂકીંગ ફૂલ થઈ ગયા છે. અને વેઈટીંગ લિસ્ટ થઈ ગયું છે.

મુંબઈની મોટાભાગની ટ્રેનોમાં સરેરાશ માત્ર ૧૦૦ ટીકીટ જ ઉપલબ્ધ છે. મુંબઈ અને દિલ્હીની સ્લીપરકલાસ સગવડતા ધરાવતી ટ્રેનોમાં બહુ લાંબું વેઈટીંગ લીસ્ટ છે. અને ટિકિટો રદ થાય તો જ બેઠકો મળે તેવી શકયતા છે.

ટિકિટના ભાવ પરથી જ નકકી થાય છે કે મુસાફરી માટે ગુજરાતીઓ કેટલા આતુર છે. રાજધાની એકસપ્રેસ ટ્રેનની વાત કરીએ તો તા.૧૫ એપ્રીલ માટે ટીકીટનો ભાવ રૂા.૨૩૨૫ છે. એપ્રીલ ૧૬ માટે રૂા.૨૦૨૫ અને એપ્રીલ ૨૧ માટેનો ભાવ રૂા.૧૯૧૦ છે.

અમદાવાદ રેલવે ડીવીઝનના એક અધિકારીએ જણાવ્યું હતુ કે તા.૧૫ના આટલા ઉંચા ટિકિટ દર એ બતાવે છે કે તેના માટે મુસાફરોનો કેટલો ઘસારો છે.

૨૪ માર્ચના રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી એ સાથે જ ટ્રેન સેવા પર બંધ કરી દેવામાં આવી છે. રેલવેની ઓનલાઈન માહિતી મુજબ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ૩૦ ટ્રેનોમાં ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી છે.

૩ ટાયર એસમાં માત્ર ૮૦ બેઠકો ધરાવતી ટ્રેન ગુજરાત મેઈલમાં ઘસારો ખૂબજ છે. અને તેમાં રિઝર્વેશન રદ થશય તો ટિકિટ માગનારાનું વેઈટીંગ લીસ્ટ છે.

બીજી મહત્વની ટ્રેન કર્ણાવતી એકસપ્રેસની વાત કરીએ તો જેમાં બેઠક વ્યવસ્થા જ છે તેમાં અત્યારે ૩૯ બેઠકો જ ઉપલબ્ધ છે. જયારે દ્વિતિય વર્ગને ૨૦ એપ્રીલ માટે ૪૦૧ બેઠકો ઉપલબ્ધ છે. જયારે ૧૫ એપ્રીલ માટે માત્ર ૨૬૧ બેઠકો જ ઉપલબ્ધ છે.

એક સીનીયર રેલવે અધિકારીએ જણાવ્યું હતુ કે રેલવેએ લોકડાઉન દરમિયાન બૂકીંગ બંધ કરાવ્યું નહતુ તેથક્ષ બેઠકો અગાઉથીજ બૂક થઈ ગઈ છે. મુંબઈ અને દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વધુ હોવા છતા ત્યાંની ટિકિટો મેળવવા લોકોની લાઈનમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.