Abtak Media Google News

પાડોશી રાજયના બે નગરોમાં નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો 

લગભગ 70% કેદીઓ રીમાન્ડ પર હોય છે અને વર્ષોથી સુનાવણીની રાહમાં રાખવામાં આવે છે 

દક્ષિણ નાઈજેરિયાની એક જેલમાં ભારે સશસ્ત્ર શખ્સે વિસ્ફોટકોનો ઉપયોગ કરીને હુમલો કર્યા હતો. જેમાં 1800થી વધુ કેદીઓ છટકી ગયા છે. રાષ્ટ્રીય કરેકશન ઓર્થોરીટીએ એક નિવેદનમાં કહ્યું કે હુમલાખોરોએ બંદૂકની લડાઈમાં રક્ષકો સાથે જોડાયેલા ઈમો રાજયની ઓવરી જેલમાં પ્રવેશ કર્યો હતો.

રાષ્ટ્રપતિ મુહમ્માદુ બુહારીએ એક નિવેદનમાં આ હુમલાને આતંકવાદનું કૃત્ય ગણાવ્યું હતુ અને સુરક્ષા દળોને હુમલો કરનારા અને ભાગી છૂટેલાઓને પકડવા તાકીદ કરી છે. આ બનાવ બાદ પાડોશી એબિયા રાજયનાં રાજયપાલે તેના બે નગરોમાં નાઈટ કફર્યું લગાવી દીધો આ નિર્ણય ત્યાંના સ્થાનિક રહેવાસીઓને બચાવવા માટે લેવામા આવ્યો છે.

ઈમો રાજયમાં ઘણા સમયથી અલગતાવાદી જૂથોનો ત્રાસ છે. ત્યાં સંધીય સત્તાવાળાઓ અને દેશી ઈગ્ખોની વસ્ત્રી વચ્ચે તનાવ વધારે છે. તાજેતરમાં બાયફ્રામાં આઈપીઓબીનાં અલગતાવાદી ચળવળના સ્વદેશી લોકોને તાલીમ આપતા વિડિઓઝ સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરી રહ્યા છે. સૈન્ય અને સ્થાનિક સૈન્યદળ વચ્ચે થયેલી અથડામણ બાદ અધિકારીઓએ આ વર્ષની શરૂઆતમાં ઈમો રાજયનાં કેટલાક ભાગો પર કફર્યું લગાવી દીધો હતો.

આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની જેલોમાં ઘણી વખત ભીડ અને નબળી સ્વચ્છતા હોય છે. લગભગ 70% કેદીઓ રિમાન્ડ પર હોય છે. અને વર્ષોથી સુનાવણીની રાહમાં રાખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.