Abtak Media Google News

૭મા પગારપંચ દ્વારા આગામી ત્રણ વર્ષ માટે અમલી કરાશે

છેલ્લા ઘણા સમયથી પગાર મામલે વિચારણાની રાહ જોઈ રહેલા હાયર એજયુકેશન ઈન્સ્ટીટયુટના લાખો ફેકલ્ટી અને સ્ટાફને આગામી ગુ‚પુર્ણિમાએ સરકાર દ્વારા ૧૫ ટકા પગાર વધારાની ગુ‚દક્ષિણા આપવામાં આવશે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા કેબિનેટની મંજુરી બાદ ૧૫ ટકા પગાર વધારાનો કેન્દ્ર અને રાજયના ૬ લાખ ફેકલ્ટી અને સ્ટાફ કે જેઓ કેન્દ્રના ફંડથી ચાલતા ટેકનિકલ ઈન્સ્ટિયુટમાં ફરજ બજાવે છે તેમને મળશે. જેમાં આઈઆઈટી, આઈઆઈએમસ, નીટસ, આઈઆઈએસઈઆરનો સમાવેશ થાય છે એવું સુત્રો જણાવે છે.

આ પગારધારા માટે સરકાર દ્વારા ૭૫,૦૦૦ કરોડ ‚પિયાની ફાળવણી ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય પ્રધાનમંત્રી ઓફિસમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.

છેલ્લે શિક્ષકોના પગાર માટે ૨૦૦૬માં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરકારી નોકરિયાતો કરતા ઉંચો પગાર નિર્ધારિત કરવા નિર્ણય લેવાયો હતો. જયારે એકેડમિક પેસ્કેલ સરકારી નોકરિયાતો કરતા અલગ નકકી કરવામાં આવ્યો હતો. જેમાં આસીસ્ટન્ટ પ્રોફેસરને પગારમાં ‚ા.૧૬૦૦ વધારવા ચર્ચા થઈ હતી.

આ પગાર અંગેના અંદાજપત્રનો લાભ ૭.૫ થી ૮ લાખ ફેકલ્ટી અને સ્ટાફને ફાળવવા માટે રાજય સરકાર દ્વારા સરકાર માન્ય કોલેજો અને યુનિવર્સિટીઓને ૩૦,૦૦૦ નોકરિયાતોને ફાળવવાનો તથા કેન્દ્રના ફંડ પર ચાલતા ટેકનિકલ ઈન્સ્ટીટયુટના ૩૦,૦૦૦ કર્મચારીઓને લાભ મળશે.

કેન્દ્રીય યુનિવર્સિટી અને સીએફટીઆઈએસ દરેકને ૬૦૦ કરોડ ‚ા.ની ફાળવણી કરશે. જયારે કેન્દ્રના આધારે રાજયમાં આ ફાળવણી ૧૨,૦૦૦ કરોડ ‚પિયાની કરાશે. આ પગાર વધારાને આગામી ત્રણ વર્ષ માટે અમલી બનાવાશે. ૭માં પગારપંચના આધારે સુચવ્યા મુજબ એજયુકેશન ઈન્સ્ટીટયુટના શિક્ષકો કે પ્રોફેસરોને તેના પગારનો ૧૫ ટકા વધારાનો લાભ મળશે એવું સુત્રો જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.