આવતીકાલે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, જાણો જ્યોતિષ પાસેથી શું થશે અસર ??

આવતીકાલે ગુરુવાર ને પુષ્ય નક્ષત્ર છે, જેથી સુંદર ગુરુપુષ્યામૃત યોગનું નિર્માણ થાય છે. ગુરુવારે સૂર્યોદયથી સાંજે ૫.૫૪ સુધી સિદ્ધિદાયક ગુરુપુષ્યામૃત યોગ રહેશે. જુનની શરૂઆતથી કર્કના મંગળ સાથે શુક્ર મહારાજનું આગમન થશે.

મંગળ અને શુક્ર સાથે આવે ત્યારે વિજાતીય આકર્ષણમાં વૃદ્ધિ કરે છે અને સંબંધોને નવા આયામ સુધી લઇ જનાર બને છે. જયારે વ્યક્તિગત કુંડળીમાં પણ મંગળ શુક્ર સાથે હોય ત્યારે વ્યક્તિ ઉર્જાથી ભરપૂર હોય છે અને વિજાતીય વ્યક્તિથી  આકર્ષણ પામતો હોય છે.  મંગળ શરીર છે અને શુક્ર શૃંગાર છે, કલા છે, વૈભવ છે એટલે આ સમયમાં વૈભવી જીવન અને શૃંગાર વધુ જોવા મળે.

વધુ ઊંડાણથી જોઈએ તો મંગળ દેહ છે શુક્ર સંવેદના છે વળી આ યુતિ ચંદ્રના ઘરમાં થઇ રહી છે માટે સંબંધોમાં વધુ લાગણીશીલતા અને પ્રેમ જોવા મળે. આ સમયમાં સબંધો વધુ મજબૂત થતા જોવા મળે અને શુષ્ક થયેલી લાગણીઓ ફરી જીવંત થતી જોવા મળે. તિરાડ પડી ગયેલા સંબંધોમાં ફરી જોડાવાની હોશ જાગે અને ઘણા સમાધાન થતા જોવા મળે. મંગળ અને શુક્રની યુતિ દેહ ને સંબંધોની, લાગણીની નવી જ અનુભૂતિ આપનાર બને છે.


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨