Abtak Media Google News

Table of Contents

પારિવારિક સહયોગ, બંધુ-ભગિની સમા સ્ટાફની સમગ્ર ટીમ અને શુભેચ્છકો-શુભચિંતકોના હૃદયભીના સાથ-સહકાર સાથે સાર્વત્રિક સાફલ્યની રૂડી રંગોળી

‘વાંચકો અમારા, અમે વાંચકોના’ એ મંત્ર સાથે અખબાર અને ‘અબતક’ની સમાચાર ચેનલનો વિજય-ડંકો: હવે નવી યુગલક્ષી યોજનાઓ તથા કાર્યપધ્ધતિઓની સજજતા: સિધ્ધહસ્ત કલમનવેશ રસપ્રદ વાંચન સામગ્રી

સમાચારમાં વૈવિધ્ય, તટસ્થતા-નિષ્પક્ષતા, વાચકોનો અવાજ પ્રજાની હાડમારીઓનો બુલંદ પડઘો અને એનો ઉકેલ લાવી દેવામાં માનવસેવાલક્ષી મદદ, રાજકારણ-અર્થકારણ- ધર્મ-સંપ્રદાય, વિવિધ સંસ્થાઓની તમામ પ્રવૃત્તિઓનો તસ્વીરો

સાથેનો  સારાંશ: અબતક આપની સાથે નગર નગરમાં અને ઘરઘરમાં

‘અબતક’એ આ બે પથદર્શકોએ આપેલા મહા મંત્રોના શુભશુકનને આધારે મંગલ પ્રયાણ કર્યું હતુ

ધન મેળવવું મુશ્કેલ છે, તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે, તેને યોગ્ય રીતે વાપરવું, એ સૌથી વધુ મુશ્કેલ છે. લોક ચાહનનું પણ એવું જ છે. મોરારિબાપુએ આપેલો મંત્ર

ધન્ય છે તેને કે જેને આદર કરતાં આવડ્યું છે, પણ ઈર્ષા કરતાં નહિ; અનુસરતા આવડયું છે પણ અનુસરણની ફરજ પાડતા નહિ, જે પ્રશંસા કરી શકે છે, ખુશામત નહિ જે આગેવાની કરી જાણે છે, પણ કપટ અને કાવાદાવા નહિ,

– જગાબાપા-ગુરૂદેવે આપેલો મંત્ર

‘અબતક’ સાથે સંકળાયેલી ખાટી -મીઠી ઘટનાઓ અને શ્રધ્ધા ચમત્કારની ઘટનાઓએ ‘અબતક’ને અલૌકિક બળ આપ્યું છે અને ‘ગાગરમાં સાગર’નું તાજજુબી ભર્યું દર્શન કરાવ્યું છે.

રાજકોટમાં કાપડ માર્કેટથી શરૂઆત કરનાર એક પ્રખર બ્રહ્મજ્ઞાની અને સારી પેઠે પ્રારબ્ધ-પુરૂષાર્થના તપ તપેલા જોગી સમા તપસ્વી શિવભકતનો સાવ અજાણતા જ ગેબી ભેટો થઈ જતા જીવન યાત્રાની દિશા બદલાઈ ગઈ પુરી માનસિકતા જ બદલાઈ ગઈ અને કાપડ માર્કેટની ઓફીસને જેમની તેમ તાળા મારીને કૈંક જુદું જ કરવાનો ભીતરમાં અવાજ ઉઠ્યો. સદ્ગુ‚દેવ મળ્યા એમાં જાણે જીવનભરની મોંઘેરી મૂડી મળી ગઈ…

પત્રકારત્વ અને ખબઆરી આલમ વિષે કકકો-બારાખડી (અર્થાત એબીસી) જેટલીયે જાણકારી નહિ. એટલામાં એક નીવડેલા પત્રકાર સાથે દોસ્તી થઈ, અખબારી ક્ષેત્રે ઝૂકાવવાની ગેબી પ્રેરણા થઈ. જોત જોતામાં માળખું રચાઈ ગયું.

૨૦૧૧ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે ગૂરૂદેવે શુભાશિષના કંકુ-ચોખાભીના શુભ શુકન કર્યા. અબિલ ગુલાલ સાથે કેસર-ચંદનના ચાંદલાની દીપ પ્રાગટની અને આરતીવંદનની રૂડી વિધિઓ થઈ.

એ પછી થોડા સમય ‘આજતક’ના રજીસ્ટ્રેશન અંગે વિવાદ સર્જાયો. સંકટના ટકોરી વાગી.

પ.પૂ.શ્રી મોરારીબાપુના વરદ હસ્તે ઉદઘાટન માંગલ્યભીની ગતિવિધિઓ થઈ. અગ્નિપરીક્ષા પણ ડોકાયાવિના રહી નહીં.

માલિક, તંત્રી અને મુદ્રક-પ્રકાશકની તદ્ન અજાણી ભૂમિકામાં સ્ટાફમાં ફેરફારના તમામ સૂચનોને નકારીને જાતે જ તૈયાર થવાનો સંકલ્પ કર્યો અને તેમાં સારી પેઠે પાર ઉતર્યા. સ્ટાફે સરાહનીય સાથ આપ્યો.

સદ્ગૂ‚દેવશ્રીએ અગમ્ય રીતે તમામ સંકટો દૂર કરી આપ્યા અને મુશ્કેલીઓના કંટકોને ફૂલોમાં ફેરવી આપ્યાં. ‘અબતક’ના સર્વાંગી વિકાસની નવી નવી દિશાઓ કલ્પનામાં ન આવે એવા અચંબાઓ વડે તેમણે જ ખોલી આપી અને ચમત્કારો આજેય થાય છે એવી શ્રધ્ધાને તેમણે કયારેય ડગવા ન દીધી.

‘અબતક’ના ઉદ્ઘાટનને અવસરે તેમની પાવક પધરામણીને ‘રૂદ્રાક્ષ’ની માળા પહેરાવીને વધાવવાનો ઈરાદો હતો. પરંતુ દેશી ગુલાબના ફૂલની માળા વડે જ વધાવવી પ્રેરણા થઈ. આયોજક-મહાનુભાવે એ ફેરફારમાં ગૂરૂદેવની ઈચ્છાનો સંકેત માન્યો.

એમાં બન્યું પણ કૈંક એવું જ ! શ્રી ગુરૂદેવની પાવક પધરામણીનો આવકારવા માટેનો ગુલાબના ફૂલનો હાર આટલા વખત પછી પણ એની એજ સ્થિતિમાં અત્યારે પણ મોજૂદ છે.

‘અબતક’ની વિકાસયાત્રામાં એ ચમત્કાર ભીનો સાક્ષી બની રહ્યો છે.

‘અબતક’ના મંગલ પ્રયાણ વખતના તમામ ‘નડતર’ હવે બરફનીજેમ ઓગળી ગયાનો અને ગંગોત્રી-યમનોત્રીમાં ફેરવાઈ ગયા હોવાનો સંકેત આપે છે.

અબતકના કેટલાક અહેવાલોનો સહુમાં આગળ અને આકાશવાણી સમા બની ચૂકયા છે.

અબતકને સતાવાર રજીસ્ટ્રેશન પણ મળી ગયુ છે. અખબારી આલમમા અને સમાચાર ચેનલોમાં અબતકે તેનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. એના સમાચાર મોખરે રહેતા એ વાત છે અને તે પૂરેપૂરા વિશ્ર્વસનીય હોવાનું પ્રતિપાદીત થઈ ચૂકયું છે. દીપાવલીના તહેવારોના પડઘા બેસી ગયા છે શરદ પૂનમના દિવસે પણ ઘણે ઠેકાણે શરદોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હોવાનું જાણી શકાયું છે. જેમાં રાસની રમઝટ તેમજ દુધ પૌઆની પ્રસાદીનો સમાવેશ થાય છે.

‘અબતક’ના નવમા વર્ષના પ્રવેશને ટાંકણે એવો સંકલ્પ કરી શકાય કે, આવતા વર્ષમાં એ એક કદાવર અખબાર બની જાય એ માટે તે બધું જ કરી છૂટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.