Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ આપશે

કારેલીબાગ વડોદરામાં વિરાજીત ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ નીમીતે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પોથીયાત્રા સાથે દબદબાભેર પ્રારંભ થયો હતો. સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞના વકતા પરમ પુજય સદગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથામાઁ જોડાશે. દેશ-વિદેશના ભકતજનોને ભકિતરસમાં તરબોળ કરી દીધા હતા. આજે સાંજે 6 વાગે રાજયપાલ દેવવ્રતજી ઉ5સ્થિત રહેશે.

કારેલીબાગ મંદિરસ્થ ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક તથા ભવ્ય અન્નકુટ દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે સંતો, મહંતોના દર્શન આશીર્વચનનો લાભ મળશે. ર0મી એ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ઉ5સ્થિત રહેશે. જયારે 19મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુરુવારે વચ્યુઅલ જોડાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીયો મારફત શુભેચ્છા પાઠવશે.આ જ્ઞાનયજ્ઞમાં બાળકો, યુવકો, વડીલો, ભાઇઓ, બહેનો સૌ કોઇને આઘ્યાત્મિક પારિવારિક પોષણ મળી રહે એ માટે સતત સાત દિવસ વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો ભકતો દ્વારા કથા, વાર્તા, જ્ઞાનગોષ્ઠિ પ્રેઝન્ટેશન, સહિત અનેક વિધ પ્રેરણદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.