પાલીતાણામાં બંધ પડેલા જીમ અને ફિટનેસ સેન્ટરો પુન: શરૂ

પાલીતાણામાં આજથી જીમ અને ફીટનેસ સેન્ટરો પુન: શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારીમાં સિનેમા,મોલ,જીમો સહિતનું સરકાર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યું હતું જે લોકડાઉન તેમજ અનલોકમાં પણ ખોલવાની મંજુરી આપવામાં આવી ન હતી ત્યારે અનલોક ૩ માં સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડી જીમો ખોલવાની મંજુરી આપવામાં આવી ત્યારે આજે ૫ તારીખે જીમો સરકારીશ્રીની ગાઈડલાઈન્સ મુજબ ખોલવામાં આવ્યા હતા જેમાં પાલીતાણામાં પણ પાલીતાણાના જીમો ખોલવામાં આવ્યા હતા જેમાં પાલીતાણાના ગારીયાધાર રોડ  આવેલ જય ફિટનેસ એન્ડ જીમ્સ ખોલવામાં આવ્યું હતું

જેમાં ૨૫ ટકા મેમ્બર્સને જ બોલાવવામાં આવ્યા હતા અને જીમમાં પ્રવેશતાજ સેનેટ્રાઈઝ કરવામાં આવ્યા હતા અને માસ્ક તેમજ ગ્લોજ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જીમોમાં મેમ્બરોએ માસ્ક ગ્લોજનો ઉપયોગ કરી ફીટનેસને પ્રાધાન્ય આપ્યું હતું.