જૂનાગઢ સિવિલના ગાયનેકોલોજીસ્ટ વિભાગે 12 કોરોના પોઝીટીવ માતાઓની કરાવી સફળતાપૂર્વક પ્રસુતિ

0
23

3 માસમાં 1418 સફળતાપૂર્વક પ્રસુતી કરાઈ 

આરોગ્ય માટેની અધતન સુવિધાથી સજ્જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેકલોજીસ્ટ વિભાગમાં દરરોજ 15 શીશુઓનું ધરતી પર અવતરણ થાય છે, કોરોનાના કપરાકાળમાં બાળ શીશુઓના અવતરણથી સિવિલ હોસ્પિટલ બાળકોની કિલકારીઓથી ગૂંજી ઉઠે છે. વૈશ્વિક મહામારી કોરોનામાં તમામ લોકો સંક્રમણથી બચવા સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સિવીલ હોસ્પીટલ જૂનાગઢનો ગાયનેકલોજીસ્ટ વિભાગ સતત સેવારત રહી સગર્ભા માતાઓ માટે આશિર્વાદરૂપ બની રહ્યો છે. બાળકને જન્મ આપનાર માતાઓના હાથમાં નવજાત શિશુ આવે છે ત્યારે તેના હરખનો પાર રહેતો નથી.ગાયનેકલોજીસ્ટ વિભાગના હેડ ડો. પ્રિયંકા જોગીયાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ત્રણ માસમાં કુલ 1418 માતાઓની સફળતાપૂર્વક પ્રસૂતી કરવામાં આવી છે. જાન્યુઆરીમાં 543 પ્રસૂતી પૈકી 228 સીઝેરીયન અને 315 નોર્મલ, ફેબ્રુઆરીમાં 429 પ્રસૂતી પૈકી 247 નોર્મલ અને 182 સીઝેરીયન, જ્યારે માર્ચ માસમાં 446 પ્રસૂતી પૈકી 244 નોર્મલ અને 202 સીઝેરીયન કરી બાળકોનો જન્મ થયો હતો.

નોર્મલ અને સીઝેરીયન પ્રસુતી ઉપરાંત એપ્રિલમાં 12 કોરોના પોઝીટીવ માતાઓની સફળતાપૂર્વક પ્રસૂતી કરવામાં આવી હતી. કોરોનાની ક્રીટીકલ સ્થીતીમાં પણ ગાયનેક વિભાગના ડોક્ટરો ડો. જયદીપ , ડો. નીતિન, ડો. સાગર, ડો. ગઢવી, ડો. ધર્મેશ દ્વારા આ કપરી કામગીરી પાર પાડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દર્દિઓ માટે કોરોનાના કપરા સમયમાં શ્રેષ્ઠ સેવાઓ આપી રહી છે. અહિના તબીબો પેરામેડીકલ સ્ટાફ પણ દર્દીઓની સગર્ભા માતાઓની અને બાળ શિશુઓની સંભાળમાં કોઇ કસર ના રહે તેની કાળજી રાખે છે. ત્યારે સરકાર દ્વારા ઉભી કરાયેલ સિવિલ હોસ્પિટલ સૌ માટે આશિર્વાદરૂપ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here