Abtak Media Google News

ઉત્તર કોરીયાના હેકરોએ ભારતીય અણુવૈજ્ઞાનિકોના કોમ્પ્યુટરો હેક કરીને અણુમથકને લગતી વિગતો મેળવી હોવાનો દક્ષિણ કોરીયાના ગુપ્તચર તંત્રનો ધડાકો

ભારતના શાંતિપૂર્ણ અણુ કાર્યક્રમની પ્રગતિ વિશ્ર્વ સમાજ માટે એક ઉમદા ઉદાહરણ બની રહી. ભારતની આ અણુશકિત સંહારક નહિ પરંતુ  ઉદધારક તરીકે વિશ્ર્વમાં જાણીતી છે ત્યારે દક્ષિણ કોરિયાની ઇન્ટેલીજન્સ એજન્સીએ એવી માહીતી ભારતને આપી છે કે ઉત્તર કોરિયાના કેટલાક આઇટી હેડર્સ દ્વારા ભારતનું તામીલનાડુનું અણુમથકને નિશાન બનાવાયું છે તામિલનાડુના ઉડ્ડયન કુલ્લમ ન્યુકર પાવર અને વૈજ્ઞાનિક સંસ્થાઓને ઉત્તર કોરિયાના હેકરોએ નિશાન પર લીધા છે.

ઉત્તર કોરિયાના આ હેકરોના નિશાન પર લેવાયેલા ટોચના વિજ્ઞાનિકોમાં અણુ ઉર્જા પંચના પૂર્વ અઘ્યક્ષ વિનિમય પંચનાં એસ.એ. ભારદ્વાજને મેઇલવેર લેસ્ટર્ડ ના માઘ્યમથી હેકર્સ કોઇપણ ભારતીય અણુશકિત ક્ષેત્રના વિજ્ઞાનિકોને વિશ્ર્વાસપાત્ર સંબંધની માયાજાળમાં લઇને સંપર્કમાં રહી શકે તેવી માયાજાળ  ઉત્તર કોરિયાના હેડર્સ રચી હોવાની માહીતી દક્ષિણ કોરીયાના ગુપ્તચર વિભાગે ભારતને આપી છે.

દક્ષિણ કોરીયાની ગુપ્તચર જુથે વધુમાં માહીતી આપી છે કે આ હેકરો પૈકી એક કે જે ઉત્તર કોરિયા જ બનેલા કોમ્પ્યુટર કે જે ઉત્તર કોરિયામાં જ ઉપયોગ થાય છે અને પ્યુગયાંગ ઉત્તર કોરિયા હેકર દ્વારા જે આઇપેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેવેઇર કરતાં પણ વધુ અસરકારક ઉપયોગી બની રહે. આ ઇમેલ દ્વારા ટવીટ કરીને જણાવાયું છે કે મેઇલ વેનું આ સાયબર રોટેકનું મુખ્ય હેતુ જાસુસી અને ઉત્તર કોરિયાના

થોરિયમ આધારીત અણુમથકમાં યુરેનિયમ આધારીત અથુમથકના વિકાસ માટે ભારતની અણુપ્રક્રિયા માહીતી મેળવવાનો છે.

તામિલનાડુનું  અણુમથક હેકરોના નિશાન પર હોવાનું માહીતી આપનાર આઇએમએલ ના સ્થાપક સાયમન ચોઇએ જણાવ્યું હતું કે તેવો આ અંગ્રેજી સુરક્ષા પરિષદમાં વાત કરશે. અમે ર૦૦૮ થી સતત પણે ઉત્તર કોરિયાના હેકરો પર નજર રાખી રહ્યા છીએ. અને તે કયાં ત્રાટકવાના છે તેથી માહીતી મેળવતા રહીએ છીએ. ઉત્તર કોરિયાના મિમસુકી જુથ ભારતના એડવાન્સ હેવીવોટર રીએકટર કે જે ન્યુજનરેશન ન્યુ કલીયર રીએકટરમાં ઇંધણ તરીકે થોરિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પર વિશ્ર્વભરના વિજ્ઞાનિકોની નજર છે.

ભારતમાં થોરિયમની વિશાળ ઉપલબ્ધ છે અને તે એ.એચ.ડબલ્યુ.આર.  ટેકનોલોજીથી અણુશકિત તરીકે ઉપયોગમાં આવી શકે તેમ છે. અણુઉર્જાના કોન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંઘે અગાઉ લોકસભામાં એ.એચ.ડબલ્યુ.આર. ટેકનોલોજી દેશમાં ર૦૨૦ થી કાર્યરત થઇ જશે તેવી જાહેરાત કરી હતી. વિશ્ર્વમાં અત્યારે થોરિયમ આધારીત અણુઉર્જાની ટેકનોલોજીના વિકાસ માટે ભારત અગ્રેસર મનાય છે. દક્ષિણ કોરિયાના ગુપ્તચરોએ ઉત્તર કોરિયાના હેડર્સ ભારતની આ થોરિયમ પેટર્ન જાણવા માટે મરણીયા બન્યા હોય તેમ ઓકટોબર ૩૧થી જયારે એન.પી.સી.આઇ.એલ. એ મેઇલના એટેકની પુષ્ટી કરી ત્યારેજ ભારતના અણુ કાર્યક્રમ હેકરોના નિશાન પર હોવાની દક્ષિણ કોરિયાના ગુપ્તચર વિભાગની માહીતીને આધાર મળ્યો હતો.  સામાન્ય રીતે ટેકનોલોજીના વિકાસ આધારીક અલગ અલગ નેટવર્ક કામ કરતા હોય છે.

એક તો વહીવટી વ્યવસ્થા અને બીજી ટેકનીકલ વિકાસની પાંખ આ કામમાં જોડાયેલી હોય છે ત્યારે સાયબલ એટેક અંગે બન્ને વિભાગને સુરક્ષિત રાખવા પડે છે. તેમ વિજ્ઞાનીક પુખરાજસિંગે જણાવ્યું હતું.આઇ.એમ.એલ. ની બાતમી મુજબ ઉત્તર કોરિયાના હેકરોનું બી-ગ્રુપ ૧૬ ડીઝીટના પાસવર્ડના ઉપયોગ કરે છે. જે ‘”DKWER 0380ERA T @tt ‘ નો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાંથી આખે આખી ફાઇલોમાંથી માહીતી લેવાનો પ્રયાસકરી રહી છે. ર૦૦૭ થી આવા સાયબલ અટેક થયા હોવાની પુષ્ટી ૨૦૧૬ માં દક્ષિણ કોરયિા મેલેટીરીના ઇન્ટર બનાવી આપી હતી. આ સાયબર એટેક ભારતની થોરિયમ બેસ્ડ ટેકનોલોજીની વધુને વધુ માહીતી મેળવવા માટે થાય છે. આપણે આપણી માહીતીઓ સંકલ્પ રાખવા માટે બીજાની દયાની પરિસ્થિતિ પર જીવવું પડે તેવી પરિસ્થિતિમાં આવા પ્રકારના હુમલાઓ સાથે અત્યારે આપણી પાસે સુરક્ષાના નામે છીંડા રહેલા છે.

આઇ.એમ.એલ. ની માહીતી સાચી ગણીએ તો આપણા વિજ્ઞાનિકો અત્યારે થોરિયમ બેઇઝર્ડ ઇંધણ માટેની ટેકનોલોજીના વિકાસ માટે દુનિયામાં એ.એચ.ડબલ્યુ.આર. એટલે કે ભારે પાણીમાંથી થોરિયમ આધારીત ઉર્જા દ્વારા રિેએકટર ચલાવવાની ટેકનોલોજી હાંસલ કરી ચુકયું છે. વિશ્ર્વ હજુ યુરેનિયમ આધારીત ટેકનોલોજીમાં જ ફાફા મારી રહ્યું છે. ત્યારે ઉત્તર કોરિયાના હેકરો આપણી ટેકનોલોજીથી માહિતગાર થવા માટે સાયબર એટેક કરી રહ્યા હોવાનું ઘટ્ટસ્ફોટ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.