Abtak Media Google News

ફેશન હે… નયે જમાને કી… ‘હેર સ્ટાઇલ’ કી : પહેલા લાંબા હિપ્પીવાળને ગાલ પર લાંબી જાડી કટની ફેશન બાદ આજે શોર્ટ હેરની ફેશન આવી છે

 

આજનો યુવા વર્ગ ક્રિકેટર્સની હેર સ્ટાઇલના દિવાના છે, વિરાટ કોહલી, ક્રિસ ગેયલ, મોહમ્મદ શામી, આંદ્રે રસેલ, શિખર ધવન, લસિથ મલિંગા જેવા ઘણા ક્રિકેટર્સની સ્ટાઇલ યુવાનોને પસંદ છે

વર્ષો પહેલા સાધના કટનો યુગ હતો: ધર્મેન્દ્ર, મનોજકુમાર, વિશ્ર્વજીત, શમ્મી કપૂર, સુનિલ દત્ત જેવા કલાકારોની તેના જમાનામાં સ્ટાઇલ હતી: ‘અપના દેશ’ ફિલ્મથી રાજેશ ખન્નાની જેમ બધા વાળને વિવિધ કલર કરવા લાગ્યા

આજના યુવાનો બ્રાઝિલ કટ, લોંગ ફ્રેન્ડ, શોર્ટ ફ્રેન્ડ, ટેમ્પોકટ જેવી વિવિધ સ્ટાઇલ કરાવે છે તો છોકરીઓ લોંગ હેર લેયર, સ્પોર્ટ કટ, ફેટર બોક્સ કટ, ફિનિશ બોક્સ કટ જેવી સ્ટાઇલ કરે છે

 

વર્ષો પહેલા વાળની માવજત કે સમજાવટ માટે બહું કોઇને રસ ન હતો. ખોરાક સાત્વીક હોવાથી હેર ફોલનો પ્રશ્ર્ન પણ ન હતો. નવા યુગની નવી સદીમાં ફિલ્મો ટીવી સિરીયલના યુગમાં હવે સૌ ચહેરા પ્રમાણે સ્ટાઇલિશ લુક માટે હેરકટ, ટ્રીટમેન્ટમાં ચાર આંકડાનો ખર્ચો કરવા લાગ્યા છે. આજથી 4 દાયકા પહેલા ફિલ્મ કલાકારો જેવી સ્ટાઇલ કરાવતા હતા. તમારા ચહેરા મુજબ તમે હેર સ્ટાઇલ કરાવો તો લૂકમાં ફેર પડતો હોવાથી હવે કોમ્પ્યૂટર અને ડિઝીટલ યુગમાં અદ્યતન સિસ્ટમ વડે યુવા વર્ગ પસંદગી કરે છે.

વર્ષો પહેલા છાલીયા કટ કે વાડીલાલ કટની બહુ ફેશન હતી. છોકરીઓમાં સાધના કટનો જમાનો હતો. 80ના દાયકામાં હિપ્પી કટની ફેશન સાથે અમીતાભની જેમ કાન ઉપર કે ગાલ પર લાંબી જાડી કટની ફેશનનો એક યુગ હતો. આજના ફિલ્મ સ્ટારોની જેમ જૂના કલાકારોમાં દેવાનંદ, મનોજ કુમાર, રાજેન્દ્ર કુમાર, સુનિલ દત્ત, શમ્મી કપૂરની પણ લોકો સ્ટાઇલ બનાવતા હતાં. આજે 21મી સદીમાં ક્રિકેટર્સની હેર સ્ટાઇલની નકલમાં ‘ધોની’ સ્ટાઇલે બહુ રંગ જમાવ્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી, શિખર ધવન, ક્રિસ ગેયલ, શામી, આંદ્રે રસેલ, લસિથ મલિંગા જેવા ઘણા ક્રિકેટરોની યુવા વર્ગ સ્ટાઇલ કરાવે છે.

વાળની વિવિધ સ્ટાઇલ સાથે હવે દાઢી પણ ચહેરાની લૂક વાઇઝ યુવા વર્ગમાં જબ્બર ક્રેઝ જોવા મળે છે. ઘણા ફિલ્મસ્ટારોએ દાઢી આછી-પાતળી કે ફ્રેન્ચકટ વિગેરે રાખતા લોકોએ તરફ આકર્ષાયા હતા. વર્ષો પહેલા રાજેશ ખન્નાની ‘અપના દેશ’ ફિલ્મથી યુવા વર્ગ પોતાના વાળને કલર કરાવીને વિવિધ શેડ આપવા લાગ્યા હતાં.

આજે યુવાનોમાં બ્રાઝિલ કટ, લોંગ ફ્રેન્ડ, શોર્ટ ફ્રેન્ડ, ટેમ્પોકટ જેવી હેર સ્ટાઇલ પ્રથમ પસંદગી છે તો યુવતીઓમાં લોંગ લેયર, સપોર્ટ કટ, ફેટર બોક્સ કટ, ફિનિશ બોક્સ કેટ જેવી હેર સ્ટાઇલ પ્રથમ પસંદ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસ પર જામતી હેર સ્ટાઇલ સાથે યુવતીઓ તહેવાર કે લગ્નની સિઝનમાં પ્રસંગને અનુરૂપ પોતાના હેરને સ્ટાઇલ લૂક આપે છે. યુવતીઓમાં મેકઅપ અને હેર સ્ટાઇલની સાથે તેને અનુરૂપ વસ્ત્ર પરિધાનનું વિશેષ મહત્વ હોય છે, અત્યારે તો તમામ પ્રકારનાં ડ્રેસમાં હેર સ્ટ્રેટ લૂક ખૂબ સારો લાગે છે. અંબોડાની પણ ફેશન ફરી આજે યુવાધનમાં જોવા મળી રહી છે. આપણાં દેશમાં 2000ની સાલ સુધી હેર સ્ટાઇલનું બહું મહત્વ ન હતું પણ છેલ્લા બે દાયકાથી યુવાવર્ગમાં ફિલ્મ અને ક્રિકેટરોને જોઇને નીતનવી સ્ટાઇલ રાખતા થયા. આપણાં ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ચહેરાની માવજત સાથે હેર સ્ટાઇલ લૂક બાબતે યુવાનો જાગૃત થયા અને આજે ફેડકટનો જમાનો આવી ગયો. છાલિયા કટને આજની મશરૂમ કટમાં કશો ફેર નથી જોવા મળતો. એક સમયે મુંડનની પણ ફેશન ચાલી હતી જે રાકેશ રોશન, પ્રેમ ચોપડા, ફિરોઝ ખાન જેવા ફિલ્મ સ્ટારોને જોઇને કરી હતી. આજે યુવાન હોઠની નીચે સેમી કટ આછી દાઢીની ફેશન છે. લેડીઝમાં યુ શેઇપ, અપર-લો કટ, સ્પોટ કટ જેવી ફેશનનો જમાનો છે. વર્ષો પહેલા પરવિન બાબી જે સ્ટાઇલ રાખતી તે આજે પ્રિયંકા ચોપડા રાખે છે. આજના યુવકો 300 થી 500ને યુવતીઓ 500 થી 1000નો ખર્ચ કરે છે.

આ લેખની માટે ‘અબતક’ની મુલાકાતમાં જાણિતા હેર કટિંગ અને હેર ટ્રીટમેન્ટ કરતા અશ્ર્વિન હિરાણીએ જણાવ્યું કે ફિલ્મ સ્ટારો પણ આછા વાળ હોવાથી તે જગ્યાએ પેચ પહેરે છે અથવા હેર સિસ્ટમ પહેરે છે, જેથી નાના અને રૂપકડાં લાગે છે. આજકાલ યુવા વર્ગમાં હેર કલરનો ક્રેઝ જોવા મળે છે. જેમાં હાઇ લો-લાઇટ, ગ્લોબલ ગ્રે, બ્લુ-યેલોટોન સાથે નવા જમાનાના નવા લુકની સ્ટાઇલ કરે છે. આધુનિક જમાનામાં નવા-નવા શેડ યુવક-યુવતીઓ કરાવે છે. મુખ્યત્વે ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરોને જોઇને તેવી સ્ટાઇલ કરવાની યુવા વર્ગમાં ઘેલછા વધારે છે. બાળકો પણ આજે 21મી સદીમાં ફેશન યુગની સાથે જોડાઇ ગયા છે. સાઇડ એન્ડ બેકમાં શોર્ટ હેર, લેટર સ્ટાઇલ તો ગ્લર્સ સ્ટ્રેટ બલન્ટ, વેઝ બલન્ટ હેર સ્ટાઇલ રાખે છે. લેડીઝ પણ હાયપોની ટેલ, કર્લી સાઇડ પોનીટેલ, ટાયસીટેલ હેર સ્ટાઇલ, બબલ પોની ટેલ અને ડચ બ્રેડ જેવી વિવિધ સ્ટાઇલ કરે છે. રાત્રે વાળ તૂટવા કે ગુંચ વળવી જેવી મુશ્કેલી માટે સ્કાર્ફ બાંધવો અને વાળની ડ્રાયનેશ રોકવા રબ્બર બેંડનો ઉપયોગ કરવો. હેર સ્ટાઇલની પસંદગી પણ વાળનું જતન કરે છે. ઇરફાન ખાન અભિનીત ‘બિલ્લુ બાર્બર’ નામની ફિલ્મ પણ આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.