Abtak Media Google News

કરોડો રૂપિયાનો વેરો વસુલતી પાલિકાના વીજ બીલ ભરવામાં ઠાગાઠૈયા

આઠ માસનું બિલ ભરવાની પાલિકાએ ખાતરી આપતા વીજ કંપનીએ વીજ પુરવઠો શરૂ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલી નગરપાલિકા છે ત્યારે શહેરી વિસ્તારોમાં આવેલા કારખાનાઓ પાણી વેરાઓ કરવેરાઓ સ્ટ્રીટ લાઈટ વેરાવો જેવા વગેરે વેરા ઉઘરાવી અને કરોડો રૂપિયાની આવક કરતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા છેલ્લા આઠ માસથી પોતાનું વીજ બીલ પણ ભરી શકી નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ વઢવાણ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના વેરાઓ વસૂલવામાં પ્રજા પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે.

અને જો આ વેરાઓ સમયસર જિલ્લાવાસીઓ ન ભરે તો તેમને વ્યાજ સાથે નગરપાલિકા વેરો વસુલ કરી રહી છે ત્યારે બીજી તરફ કરોડો રૂપિયાની આવક કરતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા પોતાનું વીજ બિલ પણ છેલ્લા આઠ માસથી કરી શકી નથી. ત્યારે જાણે કરોડો રૂપિયાની કરની અને વિવિધ પ્રકારના વેરાની આવક કરી પાલિકાના અધિકારીઓને નાણાં ચૂકવવા માટે ઢીલાશ કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

ત્યારે કરોડો રૂપિયાના ટેક્સની આવક છતાં કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓને સમયસર પગાર પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકા ચૂકવી શક્તિ ન હોવાનું હાલમાં કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા છેલ્લા આઠ માસ નું બિલ ન ભરવામાં આવતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા લાઈટ કનેક્શન નગરપાલિકાનું કાપવામાં આવ્યું હતું જો કે ચીફ ઓફિસર અને વહીવટદાર સાથે વાતચીત કરતા પીજીવીસીએલના કર્મચારીઓને ચીફ ઓફિસર અને વહીવટદારે ટૂંક સમયમાં આ બિલ ની ભરપાઈ કરી આપવામાં આવશે તેવું જણાવતાં બે કલાક બાદ પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા ફરી વીજપુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.

ત્યારે છેલ્લા આઠ માસથી વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા પોતાનું બિલ્ડિંગનું વીજ બિલ પણ ભરી શકે ન હોવાનું પણ હાલમાં પીજીવીસીએલના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નગરપાલિકા પાસે કરોડો રૂપિયાના વીજ બિલો વસૂલ કરવાના હોવાનું પણ હાલમાં પીજીવીસીએલના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી ૧૨ કરોડ રૂપિયા શહેરી વિસ્તારમાં નાખવામાં આવેલી સ્ટ્રીટલાઇટો અને ૩૫ કરોડ રૂપિયા આજે શહેરી વિસ્તારોમાં કનેક્શનમાં પાણી આપવામાં વપરાયેલ લાઈટના બિલો નગરપાલિકાના બાકી ભરવાના નીકળી રહ્યા છે.

પાલિકામાં કરાર આધારિત કર્મચારીને ત્રણ માસનો પગાર નથી ચૂકવાયો

હજુ લાઇટ બિલ ભરવા નો મુદ્દો ઊભો છે ત્યાં નગરપાલિકામાં બીજો એક મુદ્દો સામે આવવા પામ્યો છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર ચુકવણી નગરપાલિકાના કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી નથી અને છેલ્લા ચાર માસથી પીએફની રકમ પણ કર્મચારીઓ ને મળી નથી તેવું હાલમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીનો જણાવી રહ્યા છે.

ત્યારે ખાસ કરી સ્ટ્રીટલાઇટો રીપેરીંગ કરતા કામ કરતા સફાઈ કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર પણ પાલિકાના કોન્ટ્રાકટરો દ્વારા ચૂકવવામાં ન આવતા હાલમાં કર્મચારીઓમાં પણ રોષનો નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પીએફની રકમ પણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને ચૂકવવામાં આવી નથી અને ખાસ કરીને પીએફ કર્મચારીનું કપાઈ રહ્યું છે

તેની કોઈ પણ જાતની સ્લીપો પણ કર્મચારીઓને ન આપવામાં આવતાં હાલમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સામે કર્મચારીઓ રોસ દાખવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.