Abtak Media Google News

વર્ષ ૨૦૨૧માં પર રવિવાર, ૨૬ બીજા-ચોથા શનિવાર અને ૧૭ જાહેર રજાઓ મળી કુલ ૯૫ રજાઓ થાય છે

અ… ધ… ધ… રજાઓ છતાં અમુક કર્મચારી યુનિયનો ‘ફાઇવ-ડે વીક’ ની માંગ કરે છે

કેન્દ્રીય અને રાજ્યના સરકારી કર્મચારીઓને આ વર્ષે દા’ડે સામાન્ય લોકો કરતા અધધધ આવક મળે છે એકંદરે કુલ ૯૫ થી વધુ રજાઓ રવિ અને શનિવાર લેખે મળે છે. અન્ય રજાઓ  અલગથી હોય છે. અલબત્ત, અમુક એવી રજા પણ હોય છે જેમાં ચોપડે હાજરી થાય છે, કર્મચારી કાર્યાલયે પણ આવે છે પરંતુ કામ કરતા નથી! આવી રજા ભોગવતા કર્મચારીઓની સંખ્યા ઘણી છે, કામ પ્રત્યેની ગેરહાજરીના કારણે દેશને પારાવાર નુકશાન થાય છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં કાર્યપાલન એટલે કે ફરજનિષ્ઠા કે તેના પાલનને સવિશેષ મહત્વ અપાયું છે. અને ર્કામ  એ જ પૂજા’ એવું કહેવાયું છે. પરંતુ સરકારી કચેરીઓમાં રજાઓનો જે અતિરેક જોવા મળી રહ્યો છે. તે જોતા ફરજ પાલનનો આદર્શ જાહેર રજાઓના અતિરેકમાં ઘોવાઇ ગયો છે. કામનાં દિવસો સરકારી દફતરોમાં સતત ઘટતા જાય છે. દર વર્ષે એકાદ-બે નવી રજા જાહેર થતાં તેનો આંક સતત વધતો રહે છે. આખા વર્ષમાં શિક્ષણ કાર્ય માઁડ ર૦૦ દિવસ ચાલે છે અર્થાત વર્ષના પ મહિના રજામાં જ ચાલ્યા જાય છે.

સરકારી  રજાઓનું દર વર્ષે કેલેન્ડર બહાર પડે છે. આનો હકક રજા, સર્વે કરતાં જાણવા મળ્યું કે ૨૦૨૧ના વર્ષમાં ૫૨ રવિવાર, ર૬ બીજા ચોથા શનિવાર અને ૧૭ જાહેર રજાઓ મળી કુલ ૯૫ રજાઓ જોવા મળે છે. આટલી તો ફિકસ છે, ટકાવારીની દ્રષ્ટિએ આપણાં વર્ષના ૩૬૫ દિવસોમાંથી કુલ ૯૫ રજાઓની ટકાવારી જોઇએ તો તેનું પ્રમાણ ર૬ ટકા જેટલું થવા જાય છે. એટલે સરકારી કચેરીનો વર્ષ કાર્યકાળનો સમય ર૬ ટકા જેટલો રજાઓભાં જ પસાર થાય છે. કયારેક તો સળંગ રજા આવતી હોય ત્યારે એક-બે રજા કર્મચારી મુકે તો એક વીકની રજા પણ જોવા મળે છે.

આ ઉપરાંત સરકારી કર્મચારીને મળતી પરચુરણ રજા, માંદગીની રજા સહિતની વિવિધ રજાઓને ઘ્યાને લઇએ તો આ ટકાવારી હજી પણ વધી શકે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે સરકારી કર્મચારીઓને અધિકારીઓને આટલી અ… ધ… ધ… રજાઓ છતાં કર્મચારીઓના યુનિયનો સરકાર સમક્ષ  ’ફાઇવ-ડે વીક’ અર્થાત સોમથી શુકના પાંચ દિવસીય સપ્તાહની માંગણી વારંવાર કરી રહ્યા છે. અને સરકાર તેઓને સાંભળીને આ બાબતે વિચારણા કરી રહી છે.

કહેતા ભી દિવાના.. સુનતા ભી દિવાના… જેવો આ ઘાટ છે. પરંતુ જો આ માંગણી સ્વીકારાય તો તેનો અમલ થાય તો વર્ષના ૩૬૫ દિવસોમાં રજાઓનું કુલ પ્રમાણ હાલ જે ૯૫ છે. તે વધીને ૧૨૫ આસપાસ થઇ જાય છે. જેનો સાદો અર્થ વરસમાં ચાર મહિનાની રજાને ૮ મહિના કામ કરવાનું હાલમાં વર્ષના કુલ કાર્યકાળમાં રજાઓની ટકાવારી ર૬ ટકા છે તે વધીને ૩૩ ટકા થઇ જાય.

બાકી રહેતા ૬૭ ટકા જેટલા કાર્યકાળમાંથી પ્રજાજનોનું ગ્રાહકોનું કેટલું અને કેવું કામ કેટલી ઝડપથી થાય તેનો વિચાર સરકારે ‘ફાઇવ-ડે વીક’ અંગે નિર્ણય કરતા પહેલા કરવો પડશે. વારંવાર માંગણી દોહરાવતા યુનિયનોએ પણ આ મુદ્દા અંગે ઊંડુ અઘ્યન આત્મચિંતન કરીને વિચારણા કરવી જોઇએ.

‘કર્મચારી’ એ શબ્દોમાં જ કર્મ સમાયેલ છે. જે વિસરવું ના જોઇએ. ચાલુ પગારે સતાવાર સરકારી રજાઓ ભોગવવાના અભરતા કાર્ય સંસ્કૃતિને લુણો લગાડી રહ્યા છે. એ ભૂલાવવું ના જોઇએ કે રજાઓ ચોકકસ હોવી જોઇએ ને કોઇનું શોષણ ના થવું જોઇએ સતત કામ પછી રજા મળે તો કર્મચારી આરામ કરીને તાજામાજા થઇને ફરી કામે ચડે તે તેની કાર્યદક્ષતા જળવાઇ રહે છે એ વાત સાચી પણ સરકારી રજાઓનો અતિરેક અનેક અનર્થો પેદા કરે છે તે હકિકત પણ ભૂલાવી ન જોઇએ.

છેલ્લા ઘણા સમયથી આપણાં દેશમાં પણ પશ્ર્ચિમના દેશોની જેમ ‘ફાઇવ-ડે વીક’ નો અમલ કરાવવાની માંગણીએ જોર પકડયું છે. પરંતુ આપણી અને વિદેશોની કાર્ય સંસ્કૃતિમાં ઘણો ફરક છે. વિદેશોમાં આપણા કરતાં કામના કલાકો વધુ છે. આપણી વિવિધ સરકારી કચેરીની વાત કરીએ તો શરુ થવાનો સમય ૧૦.૩૦ છે, તો કયાંક ૧૧ વાગ્યાનો જોવા મળે છે. હાજરી માટે ફેઇસ ડીવાઇઝ આવી ગયા છે. પણ વાસ્તવમાં ૧૧.૩૦ વાગે ઓફીસે શરૂ થતી જોવા મળે છે. બપોરે જમવા જવાને કારણે કચેરીઓ ખાલીખમ જોવા મળે છે. જે ચાર વાગે ધમધમે છે.

સરકારી કચેરીના કામકાજ માટે મોટા ભાગે તમામ લોકોને વારંવાર ધકકા જ થાય છે એવું સામાન્ય જન પણ કહે છે, ઘણાં લોકો પ્રજાજનો ગ્રાહકો કચેરીના આંટાફેરા કરવા પડે છે. જો કે હવે ઘણું ઓનલાઇન  થવાથી થોડી રાહત થઇ છે પણ અમુક કામ માટે તો રૂબરૂ  ઓફિસે જવું જ પડે છે તે તેનું? રિસેષ પણ અધિકૃત અને અનઅધિકૃત એમ બે પ્રકારની જોવા મળે છે.

આપણે જયારે કામ માટે જાય તો જવાબ મળે કે સાહેબ મીટીંગમાં ગયા છે કે આટલામાં જ છે હમણાં આવશે તેવા કોમન જવાબો મળે છે.

વર્ક કલ્ચરની વચ્ચે કોરોના મહામારીને કારણે ‘ફાઇવ-ડે વીક’નો નવો ક્ધસેપ્ટ અમલમાં આવ્યો પણ સરકારી કચેરીઓમાં આ ક્ધસેપ્ટ બહું ઉપયોગી થાય તેવું લાગતું નથી.

કોરોનાની મહામારીને કારણે ઘણી સરકારી કચેરીઓ લોકડાઉન અંતર્ગત ઘણા દિવસો બંધ રહી, આ ધરાર મળેલી રજાઓને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતા ક્ષમતા  પર અસર પડી, ધરાર ઘરમાં પુરાઇ રહેવાને કારણે આળસ ઘર કરી ગઇ હતી. જો કે રજાઓ માટે માત્ર કર્મચારી જ જવાબદાર નથી. સરકાર પણ ઘણી વખત વિવિધ રજાઓ જાહેર કરતી હોય છે. આપણે ત્યાં જન્મ જયંતિની ઘણી રજાઓ આવે છે. સરકારે કઠોર નિર્ણય કરીને માત્ર જરૂર પૂરતી જ રજાઓ રાખવી જોઇએ, ઘણા લોકો તો ર૬મી જાન્યુઆરી, ૧પમી ઓગષ્ટ સિવાય તમામ રજા કાઢી નાખવાની વિચારણા ની તરફેણ કરે છે. બધા કર્મચારીઓ રજા પ્રેમી છે એવું નથી. અમુક તો રજાઓમાં પણ કચેરી અથવા ઘેર કામ કરતાં હોય છે.

‘રજા પડી ભઇ મઝા પડી’ રજા શબ્દ સાંભળીને સૌ કોઇ આનંદમાં આવી જાય છે, પણ કયારેક રજાઓની પણ રજા રાખવી જોઇએ, રજાઓને કારણે દેશનાં અર્થતંત્રને કેવડું મોટું નુકશાન થાય છે

Bank

રવિવારની રજા કયારે શરૂ  થઇ?

Big 159566 Staff

આપણે સૌબુઘ્ધ ગુરૂમાં જ રવિવારનું પ્લાનીંગ કરવા માંડીએ છીએ, મોટાભાગે આનંદ પ્રમોદ અને પરિવાર સાથે સમય વિતાવે છે. સતત ૬ દિવસના કાર્ય બાદ રવિવાર આરામનો દિવસ ગણાય છે. આ રવિવારની રજા ૧૦ જુન ૧૮૯૦ થી શરૂ હતી.

રવિવારની રજા માટે લડત કરનાર નારાયણ મેઘાજી લોખંડે હતા. ભારત વર્ષમાં મજુળ ચળવળના તેઓ નેતા હતા. જયોતિરાવ ફૂલેજીના સત્ય શોધક ચળવળતા સહ કાર્ય કર્તા હતા. ભારત દેશ માટે જયારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે તેની મજુરીમાં લાગેલ મજુરોને વીકના બધા જ દિવસ કાર્ય કરવું પડતું હતું. એક પણ રજા ન હતી. આની સામે અંગ્રેજો રવિવારે આરામ કરતાં.

અંગ્રેજોનું એવું માનવું હતું કે સમાજના લોકો સતત બધા દિવસો કામ કરે તો આઝાદીની ચળવળમાં જોડાય ન શકે, પરંતુ નારાયણ મેઘાજી  લોખંડે મજાુરો માટે રવિવારની રજાનો પ્રસ્તાવ મુકયો જે અંગ્રેજી હકુમતે ફગાવી દીધો હતો, બાદમાં આ રજા માટે આંદોલન થયું ને અંગ્રેજોએ હાર માનીને ૧૦ જુન ૧૮૯૦ માં રવિવારની રજા જાહેર કરાય હતી. આ સીસ્ટમ બાદ આપણે રવિવારે રજા રાખીએ છીએ, નારાયણ મેઘાજી લોખંડેએ તેમના પ્રસ્તાવમાં પાંચ મુદ્દા રજુ કર્યા હતા. જેમાં રવિવારની એક દિવસ રજા, ભોજન માટે નો રિસેષ, કામના કલાકો નકકી કરવા, કોઇ મજુરને કામ સ્થળે દુર્ધટના થાય તો ભર પગારે રજા આપવી અને કોઇ મજુરનું મૃત્યુ થાય તો તેના પરિવારને પેન્શન આપવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.