Abtak Media Google News

કેનાલમાં ન્હાવા પડેલા યુવાનો ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા શોધખોળ કરતા નદી કાંઠેથી કપડાં અને મોબાઇલ મળ્યાં હતા

હળવદ માળિયા હાઇવે પર આવેલ  રણજીતગઢ ગામના પાટીયા પાસે  રોટાવેટર કંપનીમાં કલર કામ કરતા ત્રણ યુવાનો સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા મોડે સુધી પરત ન  ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ત્રણેય યુવાનોના કપડા મોબાઈલ પાકીટ સહિતની વસ્તુ કેનાલ કાંઠે મળી આવતા ચિંતાનું મોજું ફરી વળીયુ હતું. આજુબાજુના લોકોએ  તાત્કાલિક  હળવદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 13  કલાક બાદ ત્રણેય મિત્રોના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યાં છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઇવે પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસે રોટાવેટર ફેક્ટરીમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો રહેતા હતા.જે કલર કામ કરતા હતા. જે ઓ ગુરૂવાર સાંજના સમયે નર્મદા કેનાલમાં ત્રણેય યુવાનો નાહવા ગયા હતા. પરંતુ મોડે સુધી પરતના ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ફેક્ટરી ની બાજુમાં આવેલ કેનાલના કાંઠે યુવાનના કપડા મોબાઈલ પાકીટ મળી આવતા તેમના મનમાં ચિંતા નું મોજો ફરી વળ્યું હતું.

આજુબાજુના લોકોને જાણ થતા હળવદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે અંતે ફાયર ફાઇટરની ટીમને 13 કલાકની જહેમત બાદ ત્રણેય મિત્રોના મૃતદેહો મળતાં તેને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથધરી છે.

વિગતો મુજબ ત્રણેય યુવાનો  ફેક્ટરીમાં કલર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સાંજના સમયે ન્હાવા ગયાતા તે સમયે  યુવાનો ડુબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. મુળ  બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો કેવાભાઈ સવશીભાઈ ઠાકોર(ઉ. વ 27), મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર(ઉ.વ. 20),અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોર(ઉ.વ.18) નામના ત્રણેય યુવાનો ડૂબીઓ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયા અને ફાયર ની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે 13 કલાકની જહેમત બાદ ત્રણેય મિત્રોના મૃતદેહો મળી આવ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.