Abtak Media Google News

હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડીના ફુવારાનું પાણી ઉડતા કુંટુબીઓ વચ્ચે બોલાચાલી થતા બે મહિલા સહિત પાંચ શખ્સોએ ધારિયા અને પાઇપથી યુવાન પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચરાડવા ગામે રહેતા ધર્મેન્દ્રભાઇ નારાયણભાઇ સોનગ્રા નામના 36 વર્ષના દલવાડી યુવાને તેની બાજુમાં ખેતર ધારાવતા ગણેશ શિવા દલવાડી, અક્ષય ગણેશ દલવાડી, નિલેશ ગણેશ દલવાડી, કંચનબેન ગણેશ દલવાડી અને નિલેશ દલવાડીની પત્નીએ ધારિયા અને પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધર્મેન્દ્રભાઇ સોનગ્રાની વાડીના ફુવારાનું પાણી ગણેશ શિવા દલવાડના ખેતરમાં ઉડતા બંને વચ્ચે બોલાચાલી થતા બે મહિલા સહિત પાંચેય શખ્સોએ ધારિયા અને પાઇપથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.એમ.આલ સહિતના સ્ટાફે પાંચેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.