હળવદ: જુના દેવળીયા ગામે  જુના ઝઘડાનો ખાર રાખી સરપંચને છરી ઝીંકી

જુના ઝઘડાનો ખાર રાખી કૌટુંબિક વ્યક્તિએ જ હુમલો કર્યો

હળવદના જુના દેવળીયાના સરપંચ ઉપર છરીથી હુમલો થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. આ બનાવમાં જુના ઝઘડાનો ખાર રાખી કૌટુંબિક વ્યક્તિએ જ તેમના ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે હળવદ પોલીસ મથકમાં ફરીયાદી સરપંચ વશરામભાઇ મુળજીભાઇ સોલંકી (ઉ.વ.35, ધંધો-ખેતી રહે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી)વાળાએ તેમના કૌટુંબિક સગા શૈલેષભાઇ હરીભાઇ સોલંકી (રહે.જુના દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી)વાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, સરપંચ વશરામભાઇ મુળજીભાઇ સોલંકી (ઉ.વ.35, ધંધો-ખેતી રહે. જુના દેવળીયાગામ તા.હળવદ જી.મોરબી)વાળાઓ સાથે આરોપી શૈલેષભાઇ હરીભાઇ સોલંકી (રહે. જુના દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી) વાળાઓને અગાઉના ઝઘડાનું મન દુ:ખ રાખી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે ડાબા હાથ ઉપર તેમજ વાંસાના ભાગે ગરદનથી નીચે છરી વડે તથા પાઇપ વડે નાની મોટી ઇજા કરી હતી.જેથી હળવદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.