હળવદ પોલીસનું મેઈન બજારમાં ફૂટ પેટ્રોલિંગ

આડેધડ વાહન પાર્કિંગ અને નંબર પ્લેટ વગરના વાહનને મેમો ફટકારતી હળવદ પોલીસ

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવા સમાન બની ગઈ છે.અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.હળવદના ત્યારે હળવદ નવનિયુક્ત પી.આઈ એમ વી  પટેલ પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા તથા સ્ટાફ સાંજના સમયે  બસ સ્ટેશન રોડ  થી સરા ચોકડી સુધી સ્ટાફ સાથે ફુટ પેટ્રોલીંગ કરતા ગેરકાયદેસર આડેધડ પાર્કિંગ કરેલ ગાડીઓ તથા મોટરસાયકલ નંબર પ્લેટ વગરના ને મેમો્ ફટકારતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કાયદો-વ્યવસ્થા બની રહે તે માટે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું  એમ.વી  પટેલે જણાવ્યું હતું કોઈની પણ શેહશરમ રાખ્યા વગર  કાર્યવાહી કરવામાં આવશે.