Abtak Media Google News

એલસીબી ટીમે દરોડો પાડી 2 મોબાઈલ સહીત રૂ.25,270 નો મુદામાલ કબ્જે કર્યો

હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી આંકડાનો જુગાર રમતા બે આરોપીને ઝડપી પાડવામાં આવેલ જયારે એક આરોપી દરોડા દરમિયાન હાજર મળી આવેલ ન હોવાથી ત્રણ આરોપી વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં બે ઇસમો વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે આધારે દરોડો પાડતા ભરતભાઇ ગોરધનભાઇ પાટડીયા રહે. પંચમુખી ઢોરા, ટેલીફોન એક્ષચેન્જ પાસે, હળવદ, પ્રદિપભાઇ સંજયભાઇ ભામરે રહે. જી.આઇ.ડી.સી., દુધ ડેરી પાસે, હળવદ મુળ ગામ-ખરડા, શિવમંદિર પાછળ, તા.દેવડા જી.નાસીક(મહારાષ્ટ્ર)ને રોકડા રૂ.15000/- તથા વર્લી સાહિત્ય, મોબાઇલ ફોન નંગ-02 મળી કુલ રૂ.25,270/- ના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા જયારે દરોડા દરમિયાન અનિલભાઇ જેરામભાઇ દેકાવાડીયા રહે.ટેલીફોન એક્ષચેન્જ પાછળ, હળવદ હાજર મળી આવેલ ન હોય જેથી કુલ ત્રણ આરોપી વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.