હળવદ: બાઈક પરથી પટકાયેલા યુવક પર આઈસર ફરી વળતા મોત

હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ પર ઝેટકો સબ સ્ટેશન સામે રોડ ઉપર ડબલ સવાર બાઈક ડીવાઇડર સાથે અથડાયા બાદ બાઈક ઉપર બેઠેલો યુવાન નીચે પડી જતા આ નીચે પડેલા યુવાન ઉપર આઇશર ફરી વળતા તેનું મોત નિપજેલ હતું.

હળવદ પોલીસ મથકમાં ફરિયાદી દીલીપભાઇ મનસુખભાઇ રાજપરા (ઉવ 42 ધંધો ડ્રાઇવીંગ રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ કુર્ષી વિર્ધાલયના ઝાપા પાસે તા હળવદ જી મોરબી) વાળાએ આરોપી ટાટા આઇશર નં GJ -09-AV-9223 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ કે ગત 16/7 ના રોજ રાતના અગ્યાર વાગ્યાના અરશામાં હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ ઝેટકો સબ સ્ટેશન સામે રોડ ઉપર આરોપી ટાટા આઇશર નં GJ -09-AV-9223 ના ચાલકે પોતાના હવાળાવાળી આઇશર ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે અને બેફીકરાઇથી માણસોની ઝીદંગી જોખમાય તેમ ચલાવી આગળ જતા સાહેદના મો.સા નં GJ -06-AV-9134 વાળા સાથે પાછળથી ભટકાડી ઠોકર વાગતા મ.જ.સાહેદ અશોક તથા કેશવનું મો.સા ડીવાઇડર સાથે ભટકાતા નીચે રોડ પર પડી જતા આઇશર ટ્રકનો ટાયરનો જોટો અશોકના પેટના ભાગે ફરી વળતા અશોકનું મોત નિપજાવી તથા સાહેદ કેશવને શરીરે ગંભીર ઇજા કરી હતી.