શું તમે જાણો છો ઇન્ટરનેટ ગાંડું કરનારી CUTE ‘પાવરી ગર્લ’ની આ વાત ?

સોશિયલ મીડિયો પર એક વીડિયો ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ‘પાવર હો રહી હે’ કહેતી નજર આવી રહી છે. આ વીડિયોની બધી જ બાજુ ચર્ચાઓ થઈ રહી છે. સાથે ઘણા મિમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની 19 વર્ષયી યુવતી ‘દાનામીર મોબીને’ તેના મીત્રો સાથે મસ્તી કરતા એક વીડિયો અપલોડ કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો છે.

ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ તેનો રીલ વીડિયો પણ પણ બનાવી રહી છે. ત્યાર હવે દાનાનીરનો વધુ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની મખમલી અવાજમાં ગીત ગાતી જોવા મળી રહી છે.

દાનાનીરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલિવૂડ ગીત ‘તેરા મેરા રિશ્તા’ ગાતી જોવા મળી રહી છે.તેનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ગીત ઈમરાન હાશમીના ફિલ્મનું છે.

ઈન્સ્ટાગ્રામ પર 6 ફેબ્રુઆરીએ દાનાનીરે હમારી ‘પાવરી હો રહી હે’ના વીડિયો અપલોડ કર્યો હતો. જેને ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.સાથે આ વીડિયો પાવરીના નામથી ફેમસ થઈ રહ્યો છે. લોકો હવે આના પર પોતાના વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

પાવરીના ક્રેઝ પર આવતા પહેલા જણી લઈએ કે, દાનાનીર મોબીન છે કોણ છે ? દાનાનીર કન્ટેન્ટ ક્રિએટર છે અને ટ્વિટર પર તેમણે પોતાનું સરનામું ઈસ્લામાબાદ બતાવ્યું છે. ટ્વિટર પર તેના 29.2K ફોલોવર્સ છે. 20 માર્ચ 2020માં તેમણે ટ્વિટર જોઈન કર્યું છે. જોકે, પાવરી વાળા વીડિયો બાદ તેના ફોલોવર્સની સંખ્યા ખૂબ જ તેજીથી વધારો થવા લાગ્યો હતો. ખુદ ઈન્ફ્લુએન્સર બતાવે છે દાનાનીરે લખ્યું છે કે, લોકોનો પ્રેમ,મુસ્કાન અને દયાલુ બનાવવા માટે પ્રેરિત કરવા તેનો ઉદ્દેશ્ય છે.