Abtak Media Google News

દીવનાં માનનીય કલેકટર  સલોની રાયના માર્ગદર્શનમાં અને  દીવનાં મુખ્ય કારોબારી અધિકારી  વૈભવ રીખારી તેમજ  મામલતદાર  સી.ડી.વાંજાના નિર્દેશનમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ મહાશક્તિ મહિલા મંડળ ગ્રુપના પ્રમુખ જોશનાબેન વીરેન્દ્રભાઈ દ્વારા આત્મનિર્ભરતાને ધ્યાનમાં રાખી હસ્તકલાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ વણાકબારાની સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો માટે આયોજન કરેલ છે. આ તાલીમ વણાકબારા પંચાયત હોલમાં કરવામાં આવેલ છે. તાલીમના ટ્રેનર મહાશક્તિ મહિલા મંડળ ગ્રુપના પ્રમુખ જોશનાબેન વીરેન્દ્રભાઈ છે.  આ તાલીમનો હેતુ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે મુદ્દા ને  ધ્યાન રાખી  તાલીમનું આયોજન કરેલ છે. આ તાલીમમાં હસ્તકલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં ઉન માંથી  સ્વેટર બનાવાવવું, મોજા , ટોપી, ઓઢવાની શાલ, ફૂલ, રૂમાલ, કાચની બોટલની ફરતેનું કવર, તોરણ, વગેરે ઉનમાંથી અલગ અલગ ચીજ વસ્તુ કેવી રીતે બનાવવી જેની ક્રમબદ્ધ માહિતી સાથે તાલીમ આપી સમજાવવામાં આવશે.

આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ, અને વણાકબારા ગ્રામ પંચાયતના સયુંક્ત પ્રયાસો થકી તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.