Abtak Media Google News

સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સરકારે મંજૂરી આપતો ઠરાવ કર્યો

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સરકારે મંજૂરી આપતો ઠરાવ અંતે આજે કરી દીધો છે. સંચાલક મંડળો દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 શરૃ થઈ જતા શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની માંગણી કરવામા આવી હતી. આજે રાજ્યમાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ શરૃ થઈ રહ્યો છે ત્યારે  આજે સરકારે પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપી દીધી છે.નવા ઠરાવમાં સરકાર ધો.9થી12માં તાસદીઠ મહેનતાણું વધાર્યુ છે.

ધો.1થી12ની સરકારી,ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા મંજૂરી અપાય છે.ગત 2021-22નું શૈક્ષણિક વર્ષ મેમાં પુરુ થતુ હોઈ સરકારે પ્રવાશી શિક્ષકોની મુદત લંબાવી હતી અને વર્ષ પુરુ થતા તમામને છુટા કરી દેવાયા હતા. હવે નવુ શૈક્ષણિક વર્ષ 2022-23 શરૃ થઈ ગયુ છે ત્યારે સ્કૂલોમાં ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવા માંગ થઈ હતી. શિક્ષણ વિભાગે આજે ઠરાવ કરી દીધો છે.જેમાં  વર્ષ 2022-23 પૂર્ણ થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવી દેવાઈ છે. સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતનમાં સુધારો કર્યો છે. જે મુજબ માધ્યમિકમાં તાસદીઠ માનદ વેતન હવે વધારીને 175 અને મહત્તમ દૈનિક માનદ વેતન 875 રૃપિયા કર્યુ છે.માધ્યમિકમાં મહત્તમ દૈનિક તાસ હવે પાંચ રહેશે જે અગાઉ છ તાસ હતા. માધ્યમિકમાં અગાઉ તાસદીઠ વેતન 135 રૃપિયા હતુ અને દૈનિક વેતન 810 રૃ. હતુ. ઉચ્ચતર માધ્યમિકમાં તાસદીઠ માનદ વેતન વધારી રૃ.200 કરાયુ છ  અને મહત્તમ દૈનિક વેતન 800 રૃપિયા કરાયુ છે.અગાઉ તાસદીઠ 140 રૃપિયા અને દૈનિક વેતન 840 રૃપિયા હતુ.ઉ.મા.હવે મહત્તમ તાસ ચાર જ રહેશે જે અગાઉ છ તાસ હતા.

મહત્તમ દૈનિક માદન વેતન 510 રૂપિયા રહેશે

સરકારના ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણમાં તાસ પદ્ધતિ ન હોઈ ત્યાં મહત્તમ દૈનિક માદન વેતન 510 રૃપિયા રહેશે. પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનત વેતનની મર્યાદા 10,500 રૃપિયા રહેશે. માધ્યમિકમાં માસિક મહત્તમ માનદ વેતન મર્યાદા 16500 અને ઉચ્ચતર માધ્યમિકમાં માસિક મહત્તમ વેતન 16,700 રૃપિયા રહેશે.પ્રવાસી શિક્ષકોના વેતનની જોગવાઈ દર વર્ષના બજેટમાંથી કરવામા આવે છે.આ વર્ષે હવે પ્રાથમિકમાં સરકારી-ગ્રાન્ટે શિક્ષકોની ખાલી 14 હજાર જેટલી જગ્યાઓમાંથી 10 હજાર જેટલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકોમાં મુકાશે.જ્યારે અગાઉ સરકારે 3300 જગ્યાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી કરી છે.જેઓને ટૂંક સમયમાં નિમણૂંકપત્રો અપાશે. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 9 હજાર જેટલા શિક્ષકો પ્રવાસી તરીકે ખાલી જગ્યાઓમાં મુકાશે. સ્કૂલોના આચાર્યો દ્વારા સંબંધીત કચેરીમાં પ્રવાસી શિક્ષકોની માંગણી કરાશે.દિવસ ઉજવાય છે. ઓલિમ્પિકમાં રમતી રમતો સ્પર્ધાત્મક હોય છે, જે દર ચાર વર્ષે આંતર રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે અને વિશ્ર્વના તમામ દેશોના આગવા ખેલાડીઓ રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેતા હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.