Abtak Media Google News

નાણા અને શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્યનિધિની દરખાસ્તને આપી મંજૂરી

કેન્દ્ર સરકારે નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ માટે એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) એક સાથે ૮.૫ ટકા વ્યાજ આપવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આજના દિવસમાં કર્મચારીઓના ખાતામાં આ રકમ આવી શકે છે. સરકારી સુત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ વર્ષે માર્ચમાં ઈપીએફનાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ઈપીએફ પર નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ માટે વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે કર્મચારી ભવિષ્યનિધિની દરખાસ્તને શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલયે મંજુરી આપી છે.

હાલ એક તરફ જયારે વ્યાજનો દર ૭ ટકાથી નીચે જઈ રહ્યો છે ત્યારે સરકારી કર્મચારીઓને ૮.૫ ટકા વ્યાજ આપવાની દરખાસ્તને મંજુરી મળતા કર્મચારીઓમાં હર્ષનો માહોલ છવાયો છે. નવા વર્ષે સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલય પ્રોવિડન્ટ ફંડ પર મળતા ૮.૫ ટકા વ્યાજ સંપૂર્ણ જમા કરવાની દરખાસ્તને મંજુરી આપી છે. એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને હવે ખાતામાં એક વારમાં પૈસાની ચુકવણી કરવા અંગે પરવાનગી મળી ગઈ છે. સરકારના આ નિયમ પછી હવે એક જ વારમાં ખાતા ધારકોના ખાતામાં વ્યાજ જમા થઈ જશે.

અગાઉ ઈપીએફઓે કુલ ૨ હપ્તામાં વ્યાજની ચુકવણી કરતું હતું. એક સમયે ૮.૧૫ ટકા રકમ પછી ૦.૩૫ ટકા શેર બીજી વખત જમા કરવામાં આવતો હતો. નાણા મંત્રાલયના આ નિર્ણયથી ઈપીએફમાં નોંધાયેલા ૬ કરોડ ખાતાધારકોનો લાભ થનાર છે. સરકાર ટુંક સમયમાં ખાતાધારકોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. વ્યાજ દરના આ પ્રસ્તાવ અંગે નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયની બેઠક આ અઠવાડિયે મળી હતી જેના પછી કર્મચારી ભવિષ્ય નિધિની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, કર્મચારીની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પીલ્ટ વ્યાજ દરને એક કરવા માટે મંત્રાલયને એક સૂચન રજુ કરાયું હતું.

ઈપીએફઓએ નાણાકિય વર્ષ ૨૦૧૯માં ૮.૧૫ ટકા વ્યાજ ચુકવ્યું હતું. નાણાકિય વર્ષ ૨૦૨૦માં ઈ૫ીએફ પર વ્યાજ ૮.૫૦ ટકા છે જે ગત વર્ષ કરતા વધુ છે. આ વર્ષે સંપૂર્ણ વ્યાજ ખાતાધારકોને ટ્રાન્સફર કરવાથી ફાયદો થનાર છે. આ સાથે ઈપીએફઓની બે હપ્તામાં કરાતી ચુકવણીમાં રહેલી મુશ્કેલીઓ પણ દુર થશે. હવે ખાતાધારકો પોતાના ખાતાનું બેલેન્સ ઓનલાઈન અથવા મિસ્કોલ આપીને પણ જાણી શકે છે.

પી.એફ. બેલેન્સ ચેક કરવાની પ્રક્રિયાને પણ ખુબ સરળ બનાવી દેવામાં આવી છે. ખાતાધારકો એસએમએસ, મિસ કોલ અથવા ઓનલાઈન પીએફ બેલેન્ડ ચકાસી શકે છે. ઈપીએફઓ તેના ગ્રાહકોને પીએફ બેલેન્સ ચકાસવાની મંજુરી આપી છે. બેલેન્સ ચકાસવા માટે રજીસ્ટર મોબાઈલ નંબર પરથી ઈપીએફઓએ જાહેર કરેલા નંબર પર મેસેજ કરીને તમામ માહિતીઓ મેળવી શકે છે. આ સુવિધા અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં  ઉપલબ્ધ કરાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.