પશુપાલકો માટે આનંદો: આયાતી સોયા સ્ટીકમાં સરકારની રાહત!!

કેન્દ્ર સરકારે ૧૨ લાખ ટન સોયા સ્ટીકની આયાતને અપાઈ મંજૂરી

કેન્દ્ર સરકાર ૧૨ લાખ ટન જીન-ઉન્નત સોયા કેકની આયાત કરવાનો ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.  સરકારના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોયા કેકના વધતા ભાવથી મરઘા ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે તેને ધ્યાનમાં રાખીને સરકારે તેને આયાત કરવાનો નિર્ણય લીધો છે. સોયા કેકનો ઉપયોગ મરઘીઓના ખોરાકમાં થાય છે. સોયા સ્ટીક પર હાલ સુધી ભારે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવતી હતી જેને હળવી કરીને આયતની મંજૂરી આપવામાં આવશે જેથી ભાવ પણ નીચા રહેશે.

સોયા કેકના ભાવમાં થયેલા વધારાને કારણે પશુઆહારના ભાવમાં ભારે વધારો થયો છે.  ખોરાકમાં મકાઈની સાથે સોયા કેકનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પોલ્ટ્રી સેક્ટરના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલથી જુલાઇ દરમિયાન સોયા કેકના ભાવમાં ૬૪ ટકાનો વધારો થયો છે, જેનાથી તેમના વ્યવસાયને નુકસાન થયું છે.  સોયા કેકની આયાત પર એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે સત્તાવાર આદેશ ગમે ત્યારે આવી શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, આયાતકારો માટે જાણ કરવી ફરજિયાત રહેશે કે સોયા કેકનો ઉપયોગ માત્ર પશુઓના આહાર માટે કરવામાં આવશે.  અધિકારીએ જણાવ્યું હતું કે જનીન-સંશોધિત સોયા ઓઇલ કેક આયાત કરવાનો નિર્ણય પર્યાવરણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ખાદ્ય પ્રક્રિયા અને દૂધ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે.