Abtak Media Google News

જામજોધપુર નગરપાલિકાના પ્રમુખપદે મમતાબેન શિહોરાની નિયુકિત થતાં કોળી સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

જામજોધપુરના રાજકારણ માં આઝાદીના આટલા વર્ષો બાદ કોળી સમાજને નગરપાલિકામાં પ્રમુખ પદ મળતા કોળી સમાજમાં આનંદની સાથે ગૌરવની લાગણી પ્રસરી છે. પ્રમુખનો તાજ ગ્રહણ કરનાર મમતાબેન રવિભાઇ શિહોરાને કોળી સમાજના આગેવાનો, કાર્યકરોએ શુભેચ્છા  પાઠવી છે. નગરપાલિકાની ખરાવાડ વિસ્તારની બેઠક ઉપર ભાજપમાંથી ચુંટાયેલા મમતાબેન રવિભાઇ શિહોરાને નગરપાલિકાનો અઢી વર્ષના ગાળા માટે પ્રમુખપદ માટેનો તાજ ગ્રહણ કરવાનો હક મળતા કોળી સમાજના આગેવાન એવા પત્રકાર ભરતભાઇ ગોહિલ, પૂર્વ સભ્ય બટુકભાઇ કુડેચા, રાજુભાઇ મકવાણા, જામજોધપુર તાલુકાના ગામે ગામના કોળી સમાજના સરપંચો, પ્રમુખો, કાર્યકરો વગેરે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.