આનંદો, જગતાતને મળશે 10 કલાક વીજળી: સરકારનો સંવેદનશીલ નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ખેડૂતો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. આજે કેબિનેટ બેઠકમાં ખેડૂતોને સિંચાઈ માટે દરરોજ 10 કલાક વીજળી આપવામાં આવશે તેવું નક્કી થયું હતું.

રાજ્યમાં સિંચાઇ માટે અપાતી વીજળીનો સમય વધારવામાં આવે તેજી લાંબા સમયથી માંગ હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામા ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. જેમા તમામ નેતા અને અધિકારીઓ માસ્ક પહેરેલ જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ખેડૂતોને ખુશખબર આપ્યા છે. હવે સિંચાઈ માટેની વીજળી ખેડૂતોને 10 કલાક સુધી મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આથી લાભ થશે. 7 ઓગસ્ટથી વીજળી 10 કલાક આપવાનો સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.